Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ-મોવી રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત

Share

પ્રાપ્ત માહિત મુજબ નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ગાડીત ગામના નિશાળ ફળીયામાં રહેતા દુરસીંગભાઈ રામાભાઈ વસાવા ખેતમજુરી કરીને ઘરગુજરાન ચલાવે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર જેનું નામ યુવરાજ કુમાર દુરસીંગભાઈ વસાવા (ઉ.૧૯) છે.યુવરાજ બે મિત્રો આશિષ વસાવા અને જીતેન્દ્ર વસાવા સાથે ગાડીત ગામેથી પ્લસર મોટરસાયકલ નંબર જીજે-૦૬-જેઓ-૩૯૨૧ લઇને મૌજી ગામે લગ્નપ્રસંગમાં બેન્ડ પાર્ટી હોવાથી નાચવા માટે આવી રહ્યા હતા ત્યારે મૌજી ગામ પાસે રાત્રીના સમયે નેત્રંગ તરફથી પુરઝડપે ગફલતભરી રીતે હંકારીને આવતા મોટરસાયકલ નંબર-જીજે-૧૬-ડીજે- ૯૯૧૬ સામસામે ભટકાતા બંન્ને મોટરસાયકલ સવાર પાંચ જેટલા લોકોને ગંભીર ઇજાઓ થતાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ હતા પરંતુ વધુ સારવારની જરૂર અર્થે યુવરાજ દુરસીંગભાઈ વસાવા, આશિષ વસાવા, જીતેન્દ્ર વસાવાને રાજપીપળા ખાતે આવેલ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ યુવરાજ વસાવાનું સારવાર દરમ્યાન કરૂણ મોત નિપજતા પરીવારના સભ્યો અને ગ્રામજનોમાં શોક વ્યાપી જવા ગયો હતો. નેત્રંગ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

સુરતમાં કુતરા કરડવાના બનાવો વચ્ચે ટી.ટી ના ઇન્જેક્શનની અછત, દર્દીઓ બહારથી ઇન્જેક્શન લેવા મજબુર

ProudOfGujarat

ભરૂચ : ડુંગરી વિસ્તારમાં બે દિવસ અગાઉ ટાંકી ધરાશાય થતા પાણીની તંગી સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!