Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની પટેલની મોટેલ ખાતે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઈ.

Share

ભરૂચની પટેલની મોટેલ ખાતે મળેલી ૧૩ જેટલા સમાજના પ્રમુખ આગેવાનોની બેઠકમાં સમૂહ લગ્ન, ખેલોત્સવ અને શિક્ષણને લગતા કાર્યક્રમો કરી યુવાનોને પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમો ઘડી કાઢવા ચર્ચા કરવામાં આવી.

શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ ભરૂચ અને નર્મદા જિલ્લાના ૧૩ જેટલા સમાજનું સંગઠન છે, અને ૨૦૦૧ થી તે કાર્યરત છે. સમયાંતરે શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજમાં સમાવિષ્ટ તમામ સમાજના પ્રમુખો તેમજ આગેવાનોની બેઠકો મળતી રહે છે, એવી જ એક બેઠકનું આયોજન ગતરોજ ભરૂચ ઝાડેશ્વરની પટેલની મોટલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ સમાજોના આગેવાનો પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ, ૨૫ ગામ પાટીદાર સમાજ, કાલીયારી વિભાગ લેઉવા પાટીદાર સમાજ, જંબુસર પાટીદાર સમાજ, આમોદ એકડા લેઉવા પાટીદાર સમાજ, ૨૦ ગામ જુના રાજ પાટીદાર સમાજ, કાનમ પ્રદેશ પાટીદાર સમાજ, ૯૬ ગામ પાટીદાર સમાજ, ૨૨ ગામ લેઉવા પટેલ સમાજ, ૧૨ ગામ લેઉવા પાટીદાર સમાજ, લેઉવા પાટીદાર સમાજ જંબુસર, ચરોતર પાટીદાર સમાજ તથા શ્રી પાટીદાર સમાજ દોરા/ કેલોદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સમૂહ લગ્નનું આયોજન કરવું, યુવાનોને પ્રોત્સાહિત કરતી ઈન્ડોર આઉટડોર રમતોનું આયોજન કરવું તથા શિક્ષણમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઇનામ આપવા, કારકિર્દી માર્ગદર્શન આપવા બાબતની ચર્ચા કરી હતી. સમૂહ લગ્ન બાબતે ઉપસ્થિત સમાજના પ્રમુખ તથા આગેવાનો દ્વારા ખુબ સરસ સૂચનો આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્ન દ્વારા સમાજમાં લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ અટકશે, સમૂહ લગ્નના કારણે બંને જિલ્લાના સમાજો વધુ સંગઠિત થશે, સમૂહ લગ્નના આયોજન કરવા માટે સહમતિ સાથે ઘટક સમાજના અગ્રણી તથા હોદ્દેદારો અને સમૂહ લગ્નના અનુભવી કાર્યકરો સાથે સમય સ્થળ નીતિ નિયમો રૂપરેખા વગેરે નક્કી કરવા માટે ટૂંક સમયમાં જ એક મીટીંગ નું આયોજન કરવાની વાત કરવામાં આવી હતી. ખેલોત્સવ માટે પણ દરેક સમાજ વિસ્તાર ગામવાર વિધિવત રમતોનું આયોજન કરવામાં અનુભવી ભાઈ બહેનોની વિસ્તૃત મીટીંગ કરી રમતોની કેટેગરી, સામાન્ય નિયમો, કમિટીઓ વિગેરે બનાવી તથા સરકાર દ્વારા પ્રોત્સાહિત થતા રમતોત્સવની યોજનાઓ બાબતે યુવાનોને માહિતગાર કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ માટે પણ દરેક સમાજ અને ગામના ધોરણ ૧૦ તથા ૧૨ ના જે તે વિદ્યાર્થીઓના પરિણામ આવ્યે ખાસ ધ્યાન રાખી રિઝલ્ટની માહિતી ઝડપથી સમાજ સુધી પહોંચે જેથી કોઈપણ તેજસ્વી બાળક રહી ન જાય અને તે બાબતે ગુગલ ફોર્મ જે ભરવાનું છે જે ભરી દેવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ધોરણ ૧૦ અને ૧૨ પછી બાળકોને કારકિર્દી બાબતે વાલીઓને મૂંઝવતા પ્રશ્નો બાબતે સમાજના શિક્ષણવિદો પાસેથી માર્ગદર્શન મળી રહે તેના માટે શિક્ષણ વિદો નો સંપર્ક નંબર આપી તેમની સાથે મુલાકાત કરી માર્ગદર્શન મેળવવા બાબતે ચર્ચા થઈ હતી.

Advertisement

આ ઉપરાંત સમાજના વડીલો દ્વારા જિલ્લા પાટીદાર સંગઠનને મજબૂત અને વેગવંતુ બનાવવા માટે મોટી સંખ્યામાં હાજર રહી સૂચનો પાઠવ્યા હતા. આ બેઠકમાં દિનેશભાઈ પટેલ, જયંતીભાઈ પટેલ, નરેશભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, ચંદ્રકાંતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, ચીમનભાઈ પટેલ, મનોજભાઈ પટેલ, સાગરભાઇ પટેલ સહિત અનેક સમાજઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

વડોદરા કોર્પોરેશન ઢોર પાર્ટીએ પકડેલ ઢોરોને છોડાવવા કોર્પોરેશનની ટીમ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ.

ProudOfGujarat

નાસાએ શેર કરી આ ગ્રહની શાનદાર તસવીર, લોકોએ કહ્યું- હીરાથી ઓછું નથી.

ProudOfGujarat

રાજપીપલા નિવાસી વસાવાના પરિવારના બી.એસ.એફ.ના જવાન રાજપીપલા પરત ફરતા જવાનનું વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!