ગુજરાત કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈ માંગરોલા દ્વારા ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર (એપીએમસી )ના નિયામક મનોજ લોખંડેને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી, જેમાં વાલિયા એપીએમસી ના સભા પતિ અને ઉપ સભાપતિની ચૂંટણી સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે.
સંદીપ માંગરોલા દ્વારા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ભરૂચ જિલ્લાના વાલિયા એપીએમસી ની તારીખ 23/05/2023 ના રોજ સભાપતિ અને ઉપ સભાપતિની ચૂંટણી માટે નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજીસ્ટાર ભરૂચ દ્વારા મિટિંગ રાખવામાં આવી છે, એપીએમસી ની સામાન્ય ચૂંટણીને ઈલેક્શન પિટિશન અપીલ અરજી નં 6/2023 દ્વારા કેટલાક પક્ષકારો દ્વારા પડકારવામાં આવી છે,જેની આગામી મુદ્દત 29/05/2023 છે.
વધુમાં પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં પણ જ્યાં ઈલેક્શન પિટિશન પેન્ડિંગ હોય ત્યાં સભાપતિ અને ઉપ સભાપતિની ચૂંટણીઓ આપના દ્વારા હાઇકોર્ટના ચુકાદાઓને આધીન કરવામાં આવી નથી અને એવી પરંપરા અને નિયમ પણ રહેલો છે, તો સદર એપીએમસી ની ચૂંટણી મુલતવી રાખી ઈલેક્શન પિટિશનના આખરી નિર્યણ સુધી રાહ જોવા માટે સૂચના સબંધિત અધિકારીને કરશો તેવી માંગ ઉચ્ચારમાં આવી છે.