Proud of Gujarat
FeaturedGujaratINDIA

આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ શિરડી-મહારાષ્ટ્ર દ્વારા આયોજીત U-16 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભરૂચની ટીમ વિજેતા બની

Share

આત્મ મલિક ક્રિકેટ ટુર્નામેન્ટ શિરડી-મહારાષ્ટ્ર દ્વારા દર વર્ષે U-16 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થાય છે જેમાં આ વર્ષે ગુજરાત રાજ્યમાંથી ભરૂચ જિલ્લાની ક્રિકેટ ટીમે ભાગ લીધો હતો. આ ઉપરાંત અન્ય પાંચ રાજ્યની ક્રિકેટ ટીમો એ પણ ભાગ લીધો હતો.

જેમાં ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાની U-16 ક્રિકેટ ટીમે ખુબ જ સુંદર પર્ફોમન્સ કરી ફાઇનલમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત ગુજરાત-ભરૂચ તથા મુંબઈ-પવાઈ વચ્ચે ફાઇનલ ક્રિકેટ મેચ રમાઈ હતી. જેમાં ગુજરાત રાજ્યની ભરૂચની ટીમ વિજેતા બની ભરૂચ જિલ્લાનું તથા ભરૂચ U-16 ક્રિકેટ એસોસિએશનનું ગૌરવ વધાર્યુ છે.

આ મેચમાં મેન ઓફ ધ મેચ તરીકે પવિત્ર ગર્ગની પસંદગી થઈ હતી તથા મેન ઓફ ધ સિરીઝ તરીકે મલ્હાર પટેલની પસંદગી થઈ હતી તેમજ ઈમેઝિંગ પ્લેયર તરીકે પ્રિત ગાંધીની પસંદગી થઈ હતી. આ ક્રિકેટ મેચમાં કેપ્ટન તરીકે યુગ પટેલ દ્વારા મહત્વની જવાબદારી અદા કરી નેતૃત્વ પૂરું પાડ્યું હતું. ક્રિકેટ કોચ મિનેશસિંહ મકવાણાના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ પોતાનું વક્તવ્ય પ્રદર્શિત કર્યું હતું. આ સંદર્ભે કોચ સહિત તમામ ખેલાડીઓ ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો આભાર વ્યક્ત કરે છે.

Advertisement

Share

Related posts

ઝઘડિયાની સાંઈકૃપા સોસાયટીમાં દિવાળીની રાત્રે જ તસ્કરોએ સોના-ચાંદીનાં ઘરેણાં તથા રોકડ રૂપિયાનો હાથફેરો કર્યો.

ProudOfGujarat

ભરૂચ ના નવી વસાહત વિસ્તારમાં આવેલશ્રી પીપલેશ્વર મહાદેવ મંદિર દ્વારા આજે રાત્રે ભવ્ય લૉક ડાયરો યોજાશે

ProudOfGujarat

ત્રીજી કોરોનાની લહેર વચ્ચે પ્રજાની તિજોરીના જોરે સરકારની વાહવાહી કરવાનો લોકાર્પણ પ્રસંગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!