ભરૂચ જિલ્લામાં લોકોને ફોન કરી ક્રેડિટ કાર્ડની વિગતો મેળવી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેનાર ટોળકીના ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.ભરૂચ સાયબર સેલ તથા બી ડિવિઝન પોલીસે દિલ્હીથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના મનુબરના રહેમત નગરમાં રહેતા ફરીયાદી યુનુશ અલી મન્સુરીના તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી મહિલાનો ફોન આવ્યો હતો અને જણાવ્યુ હતું ..
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી બોલું છું અને તમારા ક્રેડિટ કાર્ડ વેરિફિકેશન માટે ફોન કરવા માટે તમારે તમારો કાર્ડનો 16 આંકડાનો નંબર તથા એક્સપાયરી ડેટ અને સીસીવી નંબર માંગતા યુનુસે તમામ વિગતો આપી દેતા ત્યાર બાદ સામેથી આવેલ ઓટીપી પાસવર્ડ પણ આપી દેતા મહિલા દ્વારા તબ્બકા વાર તેના ક્રેડિટ માંથી ટ્રાન્જેક્શન કરી રૂપિયા 1.25 લાખની ઉચાપત કરી હતી.જે અંગેની જાણ તેને થતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલિસે પીએસઆઇ આર.એ.બેલીમ તથા અ.હે.કો આર.જી.પટેલ,થતા સાયબર સેલના પો.કો મલ્કેશ ગોહિલ,સોહેલભાઈ, નિકુલભાઈ સાથે ટિમ બનાવી બનાવ અંગેની ઝીણવટ ભરી તપાસ આદરી આવેલ ફોનના લોકેશન મેળવી સાયબર ક્રાઇમ સેલ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી સદર ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીઓ પૈકી ૩ આરોપીને ઉતમનગર ન્યુ દિલ્હી તેમજ જયપુર તથા રાજસ્થાન પોલીસની મદદથી આરોપી વિશાલ રામકુમાર કંડેરા,રહે,ઉત્તમનગર ન્યુ દિલ્હી/50,સતવીર નથુલાલ ચૌહાણ,રહે, ન્યુ દિલ્હી,રઘુબીર રામ રૂપનારાયણ રામ,રહે,હાલ જયપુર ઇન્ડિયા ગેટ સીતાપુરા રાજસ્થાનનાઓને શોધી અટક કરેલ છે.જયારે આજ ગુનામા અગાઉ એક આરોપી નામે ગૌરાંગ કુમાર સાહુ નાની હરીયાણા ખાતેથી શોધી અટક કરેલ છે. એમ કુલ પાંચ આરોપીઓ માથી ૪ આરોપી ઓને શોધી અટક કરી અન્ય ફરાર આરોપીને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.
મનુબરના શખ્સ સાથે છેતરપીંડ્ડી કરનારા 3 ગાઠીયાઓને ન્યુ દિલ્હીથી ઝડપી પાડી ભરૂચ લવાયા હતા…સૌજન્ય