Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલ યુક્ત પાણી પીતા ૨૫ જેટલા ઉંટના મોત

Share

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છીપુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો, એક બાદ એક અચાનક ટપોટપ ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકશાન થયું છે.

પ્રાથમિક જાણકારી મુજબ કેમિકલ યુક્ત પાણી પીવાના કારણે આ ઊંટના મોત થયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, એક સાથે 25 જેટલાં ઊંટના મોત બાદ પશુપાલકે મામલે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે, અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણના દુશ્મન કેટલાક જેવાબદાર તત્વોના કારણે આ પ્રકારે ઘટનાઓ બનતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

પશુપાલકે ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી દરિયાઈ વિસ્તાર તેમજ આસપાસમાં પસાર થતી કાંસમાં કેમિકલ યુક્ત પાણી બિન્દાસ અને બેફિકરાઈથી છોડવામાં આવતું હોવાનું કહેવાય રહ્યું છે, જે બાદ પશુ પક્ષીઓ અને જળચર પ્રાણીઓ આ પ્રકારના કેમિકલ યુક્ત પાણીના કારણે મોતને ભેટી જતા હોય છે.

હાલ એક સાથે 20 થી વધુ ઊંટનો મામલો સામે આવ્યા બાદ પશુ પાલકોએ મામલે તંત્રમાં જાણ કરવાની તજવીજ હાથધરી છે, સાથે જીપીસીબી સહિતના વિભાગો પણ આ પ્રકારે પર્યાવરણના દુશ્મન બનેલા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે ઓનલાઈન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

કરજણ તાલુકા ભાજપ દ્વારા યોગા દિવસની ઉજવણી કરાઇ હતી.

ProudOfGujarat

બારડોલી તાલુકામાં બાલદા પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!