Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ” ને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ખુલ્લુ મૂક્યુ

Share

ઇન્ડેક્ષ્ટ- સી દ્વારા ૨૫ મે ૨૦૨૩ સુધી હોસ્ટેલ ગ્રાઉન્ડ, પાંચબત્તી, ભરૂચ ખાતે “ગુર્જરી હસ્તકલા હાટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજયના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તક કમિશનર, કુટિર અને ગ્રામોધોગના નેજા હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. આ વેળાએ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ રિબીન કાપી ગુર્જરી હસ્તકલા હાટને ખુલ્લો મૂક્યો હતો.

આ વેળાએ, તેમણે ગુર્જરી હસ્તકલા હાટના કારીગરોના સ્ટોલની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુર્જરી હસ્તકલા હાટ”ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા, તેમજ કારીગરો પાસેથી ખરીદી કરવાની સુવર્ણતકનો લાભ લેવા ભરૂચની કલાપ્રેમી જનતાને અનુરોધ કર્યો હતો. વધુમાં, ઇન્ડેક્ષ્ટ-સી નો મૂળભુત હેતુ ગુજરાત રાજયના જિલ્લાના અંતરિયાળ ગામોમાં હસ્તકલા- હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પૂરું પાડી તેમની આજીવિકામાં વધારો કરવાની નેમ છે. તેમજ આપણા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દશન કરવાનો ધરઆંગણાનો પ્રસંગ છે.

આ હાટમાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉદ્યોગના કુલ ૮૦ જેટલા વ્યકિતગત કારીગરો/હસ્તકલા- હાથશાળ મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/NGO/સખી મંડળો/કલસ્ટર્સનાં કારીગરો વિગેરે દ્વારા વેચાણ કરવામાં આવનાર છે.

આ હાટમાં કારીગરો દ્વારા રાજયની ભાતીગળ હાથશાળ-હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરતકામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉદ્યોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા વિગેરે સાથે બીજું ઘણી બધી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.

Advertisement

આ સમગ્ર હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક, ડી.એમ.શુકલ જી.એ.એસ. ના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.એસ.શાહ તેમજ સિનિયર ઓફિસર (પી.પી.) આર.પી.સુતરીયાના સંકલન દ્વારા કરવામાં આવ્યુ હતું. કારીગરોને સીધુ બજાર પૂરું પાડવાના ઉમદા આશયથી ભરૂચની કલા પારખુ પ્રજાને હાટનો લાભ લેવી ઇન્ડેક્ષ્ટ-સી ના કાર્યવાહક નિયામક, ડી.એમ.શુકલ જી.એ.એસ. અપીલ કરી હતી.


Share

Related posts

નવસારી ના ચીખલી માં 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ ,ચીખલી પોલીસે ગણતરી ના કલાકો માં હવસખોર ને ઝડપી પાડ્યો..

ProudOfGujarat

મહેસાણા-શિવમ રેસીડેન્સીમાં 12 તોલા સોનુ, એક કિલો ચાંદી અને 25 હજાર રોકડની ચોરી

ProudOfGujarat

સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ.તક્ષશિલા એપારમેન્ટ પરથી લોકો કૂદયા.જુઓ લાઇવ દ્રશ્યો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!