ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામના ગંધાર તરફ દરિયો કાંઠો આવેલો છે જ્યાં પરિવારજનો ફરવા ગયા હતા તે દરમિયાન દરિયાની અંદર ભરતી આવી જતા પાણીમાં બાળકો તણાઈ રહ્યા હોવાના દ્રશ્યો જોઈ પરિવારજનો એકબીજાને બચાવવાના પ્રયાસ કર્યા હતા જોકે ભરતીના પાણી પૂર ઝડપે આવી જતા ડૂબી જવાના કારણે 6 લોકોના મોત અને 2 સારવાર હેઠળ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગંધાર તરફના દરિયાકાંઠે પરિવારજનો ફરવા ગયા હતા અને દરિયાકાંઠે બેઠા હતા અને બાળકો રમત રમી રહ્યા હતા તે દરમિયાન જ દરિયામાં અચાનક સતત ભરતીના પાણી આવી પહોંચતા કાંઠે રમતા બાળકો દરિયાના પાણીમાં તણાઈ રહ્યા હતા આ દ્રશ્યો જોઈને પરિવારજનોએ તથા અન્ય લોકોએ બાળકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ દરિયાની ભરતી વધુ પ્રમાણમાં આવી પહોંચતા બાળકોને બચાવવા પણ મુશ્કેલી બની ગયો હતો અને કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે પણ સ્થાનિકો અને ગ્રામજનો દોડી આવ્યા હતા અને લોકોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. દરિયાના ભરતીના પાણીમાં પણ કાદવ કિચડના સામ્રાજ્ય વચ્ચે સ્થાનિકોએ પણ દરિયાના ભરતીના પાણીમાં તણાઈ ગયેલાઓને શોધવાના પ્રયાસો કર્યા હતા અને જેમ બાળકો નીકળે તેમ જે ગાડી મળે તેમાં ભરૂચ ખાતે હોસ્પિટલ ખાતે ખસેડીને સારવાર અપાવી હતી જેમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા 6 લોકોને તપાસ કરતા મરણ જાહેર કર્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર આપવાની કવાયત કરી હતી.
એક જ પરિવારના 6 લોકોના મોતથી ગમગીની ફેલાઈ ગઈ હતી અને હોસ્પિટલ ખાતે પણ મૃતકના પરિવારજનો પણ દોડી આવ્યા હતા અને હૈયાફાટ રુદન સાથે હોસ્પિટલ ગજવી મૂકી હતી સાથે જ ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર મળે તે માટેના તમામ પ્રયાસો કર્યા હતા.
મૃતકના નામ :
યોગેશ દિલીપભાઈ ઉ.વ. 19
તુલસીબેન બળવંતભાઈ ઉ.વ. 20
જાનવીબેન હેમંતભાઈ ઉ.વ. 05
આર્યાબેન રાજેશભાઇ
રીંકલબેન બળવંતભાઈ ઉ.વ.15
રાજેશ છત્રસિંહ ગોહિલ ઉ.વ.38
સારવાર હેઠળની યાદી :
કિંજલબેન બળવતભાઈ ગોહિલ ઉવ. 19
અંકિતાબેન બળવતભાઈ ઉ.વ. 17
બાળકો ડૂબી જતા બુમરાણ મચી હતી. અવાજ સાંભળી નજીકમાં આવેલા મુલેર ગામના મુસ્લિમ યુવાનો સમુદ્ર કિનારે દોડી ગયા હતા. પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકોને સમુદ્રમાંથી બહાર કાઢી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા દોડધામ કરતા યુવાનો નજરે પડયા હતા.