Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્ટેશન સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા પ્રદેશના અગ્રણીઓની ઉપસ્થિતીમાં *જનમંચ* કાર્યક્રમ યોજાયો.

Share

જનસભાથી વિધાનસભા સુધી જનતાની સમસ્યાઓનું સમાધાન માટે રાજ્ય સરકાર સામે કોંગ્રેસે બાયો ચઢાવી છે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા *જનમંચ* કાર્યક્રમો થકી પ્રજાની વચ્ચે જઈ પ્રજાની સમસ્યાઓ સાંભળવામાં આવી રહી છે તેમ જ તેના નિરાકરણ માટેની વ્યુરચના સાથે વિવિધ સ્થળે આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે.

આજ રોજ ભરૂચના સ્ટેશન સર્કલ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઇ ચાવડા તથા કોંગ્રેસ અગ્રણી મુમતાઝબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Advertisement

જનમંચ કાર્યક્રમમાં જાહેર જનતાને એમના પ્રશ્નો રજુ કરવા માટેનો મંચ કોંગ્રેસ પાર્ટી એ આપ્યો હતો, સાથે જ એમના પ્રશ્નોને જનસભાથી વિધાનસભા સુધી લઇ જશે તેવું આશ્વાશન આપવામાં આવ્યું હતું,આ કાર્યક્રમ ભરૂચ અને વાગરા વિધાનસભા વિસ્તારમાં યોજાયો હતો. કાર્યક્રમમાં રાજ્ય સરકાર અને તંત્રની નિષ્ફળતા ઓ વિશેષ મુદ્દા સ્વરૂપે રહી હતી, તેમજ રાજ્ય સરકાર સામે વિવિધ મુદ્દે ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

જેમાં મુખ્ય મુદ્દા.. સરકારી તંત્રમાં ચાલતા બેફામ ભ્રષ્ટાચાર, ખેડૂતોને થઇ રહેલા અન્યાય (જમીન માપણી, વીમા યોજના ગેરરીતિ, ગૌચરની જમીન પચાવી પાડવી, જમીન પર થયેલા દબાણ, વીજ મીટર અને વીજળી, પોષણક્ષમ ભાવ બાબત) યુવાન ભાઈ-બહેનોને થઇ રહેલા અન્યાય (ધીમી સરકારી ભરતી, પેપરલીક, ડમીકાંડ બાબત) કથળતી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બાબતે (મહિલાઓની છેડતી અત્યાચાર વધતા બનાવો) (ગેરકાયદેસર દબાણો, ટ્રાફિકની સમસ્યાઓ)(વિસ્તારમાં ચાલતી દેશી વિદેશી દારૂની હાટડીઓ, જુગાર, અનૈતિક પ્રવૃત્તિઓ)(માથાભારે તત્વો દ્વારા જમીન મિલકતો પચાવી પાડવા અને વ્યાજખોરોના ત્રાસથી પરેશાની (પોલીસતંત્રને જાણ કરવા છતાં કાર્યવાહી થતી નથી બાબત) નિયમિત રૂપે ટેક્ષ અને જીએસટી ભર્યા પછી પણ રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઈટ જેવી સામાન્ય સુવિધાઓથી વંચિત છો એ બાબતે, મોંઘુ શિક્ષણ લીધા પછી પણ સતત નડતી રોજગારીની સમસ્યા અને જિલ્લામાં માત્ર પ્રાઇવેટ કોલેજોને બેફામ પરવાનગી આપવામાં આવી છે એ બાબત, ભૂગર્ભ જળના સ્તર દિવસેને દિવસે નીચે જઈ રહ્યા છે. ખેત તલાવડી યોજના હોય કે ગામના તળાવ ઊંડા કરવાની બાબત હોય તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ છે એ બાબત, સરકારી દવાખાના અને હોસ્પિટલમાં માળખાકીય સુવિધાઓ મળતી નથી, ગામેગામ અદ્યતન લેબોરેટરી ઉપલબ્ધ નથી, મોંઘા આરોગ્ય બાબત સહિત ગુજરાતની મહેનતુ અને સ્વાભિમાની જનતાના તમામ પ્રશ્નોના સમાધાન માટે, ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી, જનતાને માટે જનમંચની શરૂઆત કરવામાં આવી છે તેમ પ્રદેશના નેતાઓએ જણાવ્યું હતું.


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કે બી શાહ સ્કુલમાં મેલેરીયા- ડેન્ગ્યુ અંગે જનજાગૃતિ કાર્યક્રમ કરાયો.

ProudOfGujarat

નબીપુર ગામમાં નવરાત્રીના તહેવારને અનુલક્ષીને પોલીસની ફ્લેગ માર્ચ યોજાઇ

ProudOfGujarat

મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે આજરોજ મેડીકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!