:-સામાન્ય રીતે માર્ગો ઉપર અને સિનેમા ના પરદા ઉપર સેલિબ્રિટીજ પાસે જોવા મળતી મર્શિડિઝ, બી.એમ.ડબલ્યુ.અને ઓડી જેવી વૈભવી કારમાં ગરીબ બાળકો માટે જોય રાઈડનું આયોજન ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું….
ભરૂચ ના નર્મદા બસ પોર્ટ કંપનીના ડાયરેક્ટર હેમા બેન મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવાની ઈચ્છા તેઓના પતિ સામે વ્યક્ત કરી હતી જેના ભાગ રૂપે આજે તેઓએ ગરીબ અને અનાથ બાળકો માટે વૈભવી કારો માં ફરવા લઇ ગયા હતા..જેમાં 25 જેટલી લકઝ્યુરિયસ કારમાં 120 જેટલા અનાથ તેમજ ગરીબ બાળકો માટે રાઈડ નું આયોજન કરવામાં આવ્યું હતું..
સમાજ ના જો દરેક વ્યક્તિ આ પ્રકારે તેઓના જન્મ દિન ની ઉજવણી ગરીબ અને અનાથ બાળકોને સમર્પિત કરી ઉજવણી કરાય તો કદાચ બાળકોના જીવન માં ખરા અર્થ માં રોશની પ્રગટશે તે વાત આ પ્રકાર ની જન્મ દિન ની અનોખી ઉજવણી ના પહેલ ઉપર થી કહી શકાય તેમ છે…
ભરૂચ શહેર ના બસ ડેપો વિસ્તાર માંથી આજે ૧૨૦ થી વધુ બાળકોએ તેઓના જીવન માં પ્રથમ વાર વૈભવી કાર ની સફળ કરી હતી..ધારાસભ્ય સહિત શહેર ના અગ્રણીઓની હાજરીમાં ૨૫ જેટલી કારો ને ઝંડી બતાડી બાળકોને જિલ્લાની રાઈડની મજા કરાવી હતી….