Proud of Gujarat
FeaturedGujaratINDIA

એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન પ્રક્રિયામાં ખેડૂતોને થતાં અન્યાય બાબતે સંદીપ માંગરોલા એ કલેકટરને કરી રજૂઆત

Share

ભરૂચ જિલ્લાના ખેડૂતો ઘણા સમયથી કલેકટર અને સરકારમા જમીન સંપાદન મુદ્દા ઉપર રજૂઆતો અવારનવાર કરતા રહ્યા છે. શાસક પક્ષના નેતાઓ દ્વારા પણ તેઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ઉટીયાદરા તાલુકો હાસોટ ગામના ખેડૂતોને ૩૭૦ ચોરસ મીટરના ભાવથી એવોર્ડ જાહેર કરવામા આવ્યો છે એવી માહિતી પ્રાપ્ત થઈ છે. એમાં પણ જાણે ખેડૂતો કરોડપતિ બની જવાના હોય એમ વહીવટી તંત્ર અને સરકાર એની ક્રેડિટ લઈ રહી છે. હકીકતમાં વહીવટી તંત્ર અને સરકારએ ખેડૂતો ઉપર કોઈ કૃપા કરવાની જરૂર નથી. ડો. મનમોહનસિંઘની કોંગ્રેસ સરકાર દ્વારા જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ મુજબનું વળતર માર્કેટ ભાવના ચાર ગણા ગ્રામ્ય કક્ષાએ જમીન ધરાવતા ખેડૂતોને ચૂકવી દેવું જોઈએ.

ભરૂચ કલેકટર દ્વારા જ દીવા ગામમાં એક ચોરસ મીટરના ૮૫૨ રૂપિયા આરબીટ્રેશનમાં ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. ત્યારે ઉટીયાદરા ગામ સુરત જિલ્લાની બોર્ડર ઉપર આવેલું ગામ છે. ત્યારે ત્યાં કલેકટર દ્વારા ૩૭૦ રૂપિયાનો એવોર્ડ જાહેર કરવાની વાત હાસ્યસ્પદ છે. ખેડૂતોને ભાજપ સરકારમાં ભરોસો રહ્યો નથી. જેથી જે મળે એનાથી સંતોષ માનવા માટે તેઓ મજબૂર બન્યા છે. મજબુર એવા ખેડૂત મિત્રોને અન્યાય ન થાય એ માટે સંદીપ માંગરોલા એ કલેકટર અને સરકારને આગ્રહ કર્યો છે. આ અંગે કલેકટર મારફતે સરકારને અગાઉ પણ મારી રજૂઆત મોકલાવી છે. એ રજૂઆત પરતવે હકારાત્મક વલણ દાખવી યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

Advertisement

ખેડૂતોને કોઈપણ જાતની દયા ભાવના કે કૃપાની જરૂર નથી. માત્ર કોંગ્રેસે આપેલા કાયદાકીય રીતે જે વળતર તેઓને મળવું જોઈએ. અધિનિયમ ૨૦૧૩ મુજબનું વળતર તમારા દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી મારફત ચૂકવી આપો એવી મારી માંગણી છે જો આ બાબતે યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે અને ખેડૂતોને અંદરો અંદર ભાગલા પડાવવાની પ્રવૃત્તિ સરકાર દ્વારા ચાલુ રહેશે. તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસને આંદોલન કરવાની ફરજ પડશે. આ અંગે કોઈ ત્વરિત ઉકેલ ન આવેતો સંદીપ માંગરોલા દ્વારા કલેકટર કચેરીએ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવશે એમ જણાવ્યું છે.


Share

Related posts

જયોતીબા ફુલેજી તેમજ રાષ્ટ્રનીર્માતા ર્ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણી નો શુભઆરંભ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ધોરણ ૩ થી ૫ ના શિક્ષકો માટે અંગ્રેજી ભાષા કૌશલ્ય વિકાસ તાલીમ યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!