ભરૂચ જિલ્લામાં IPL 2023 ની ક્રિકેટ મેચો દરમ્યાન સટ્ટો રમાતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે, જિલ્લામાંથી અત્યાર સુધી આઈપીએલ ની ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમતા કેટલાય ઈસમો પોલીસની પકડમાં આવી ચુક્યા છે તેવામાં વધુ એકવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા ઓનલાઇન સટ્ટા બેટિંગને ઝડપવામાં સફળતા મળી છે.
ભરૂચના શેરપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રાહકો બોલાવી રોયલ ચેલેન્જ બેંગ્લોર અને રાજેસ્થાન રોયલની મેચ પર ઓનલાઈન એપ્લિકેશન મારફતે સટ્ટો રમતા સલીમ ઉસ્માન કાકુજી રહે, શેર પુરા ભરૂચને ક્રાઇમ બ્રાંચ દ્વારા બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો, તેમજ મામલે મહંમદ પટેલ રહે. કોસાડ સુરત તેમજ સફુ રહે. સારોદ જંબુસર નાઓની સામે પણ ગુનો દાખલ કરવામાં આવતા સટ્ટોડિયાઓમાં ખડભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ દ્વારા સટ્ટોડિયાઓ પાસેથી એપ્લિકેશન મારફતે કમિશન લેખે હારજીતની બોલી લગાવી સટ્ટો રમાડતા મોબાઈલ નંગ 4 મળી 16 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.