Proud of Gujarat
FeaturedGujaratINDIA

સાંસદ તમારે દ્વાર – કેન્દ્રમાં મોદી સરકારે 9 વર્ષ પૂર્ણ કરતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી

Share

કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારને સફળતાપૂર્વક ૯ વર્ષ પૂર્ણ થવા બદલ સાંસદ મનસુખ વસાવા દ્વારા આજથી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે, જે અંતર્ગત દેવમોગરા ગામની તેઓએ મુલાકાત લીધી હતી, જ્યાં તેઓએ યાહા મોગી માતાના મંદિરે દર્શન કરી અભિયાન શરૂ કર્યું હતું.

સાંસદ જનસંપર્ક અભિયાન દરમ્યાન વિવિધ ગામડાઓની મુલાકાતે મનસુખભાઇ વસાવા જનાર છે તેમજ તે દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓનો સંપર્ક કરી સરકારની અન્ય યોજનાઓની જાણકારી આપી નવભારતના નિર્માણમાં જોડાવા આહવાન કરવામાં આવનાર હોવાનું સાંસદ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સાગબારાના દેવ મોગરા ખાતેથી આજથી શરૂ થનાર સાંસદ સંપર્ક અભિયાનમાં ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, સાંસદ મનસુખભાઈ વસાવા સહિતના અગ્રણીઓ કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

દેશની આઝાદીના લડવૈયા નરેન્દ્રભાઇએ ક્યારેય નથી લીધુ પેન્શન, 97 વર્ષે પણ છે ફિટ…

ProudOfGujarat

નડિયાદ સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં હિન્દી દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું છે તમામ ધટના CCTV કેમેરામાં કેદ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!