Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં અગ્નિ તાંડવ : જિલ્લામાં આગ લાગવાની એક બાદ એક અનેક ઘટના સામે આવી

Share

ભરૂચ જિલ્લામાં હાલ ઉનાળાની ઋતુને લઈ ભારે અગન વર્ષા વરસી રહી છે, જિલ્લાનું તાપમાન 43 ડિગ્રીને પાર છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યું છે, આકરા તાપથી રક્ષણ મેળવવા માટે લોકો ઘરોની બહાર કામ વગર નીકળવાનું ટાળી રહ્યા છે તેવામાં હવે જિલ્લામાં અગન વર્ષા વચ્ચે આગ લાગવાની પણ અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલાય વાહનોમાં આગ તો ક્યાંક ગોડાઉનો અને ખુલ્લી જગ્યામાં આગ લાગવાની ઘટનાઓ સર્જાઈ હતી.

ભરૂચ જિલ્લાના જંબુસર પાસે એક ખાનગી કંપની નજીકમાં ઝાડી ઝાંખરામાં આગ લાગવાની ઘટના ગત સાંજે સામે આવી હતી, આગના તાંડવ વચ્ચે ધુમાડાના ગોટેગોટા નજરે પડતા એક સમયે સ્થળ ઉપર ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા, ઘટના અંગેની જાણ જંબુસર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરો એ પાંચથી વધુ લાય બંબા સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ભારે જહેમત બાદ કાબુમાં લીધી હતી, હાલ આ આગ ક્યાં કારણોસર લાગી તે બાબત સ્પષ્ટ થઈ શકી નથી જોકે ભીષણ આગના પગલે એક સમયે લોકોમાં ગભરાટનો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો.

Advertisement

તો બીજી તરફ અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતેના એક ગોડાઉનમાં આજે સવારના સમયે અચાનક આગ ભભુકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી, ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા નજરે પડતા સ્થાનિકો દ્વારા અંકલેશ્વર ડી.પી.એમ.સી ના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જે બાદ ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લેતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો.

ભરૂચ શહેરમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, શેરપુરા પાસે ગત રાત્રીના સમયે એક કારના બોનેટમાં અચાનક ધુમાડા નીકળ્યા બાદ કાર સળગી ઉઠતા ઉપસ્થિત લોકોમાં નાશભાગ મચી હતી બાદમાં ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાતકાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી, જોકે સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.

આજ રીતે નબીપુર ગામ ખાતે પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી જ્યાં એક્ટિવા બાઈકમાં અચાનક આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી હતી જોકે ઉપસ્થિત લોકોએ આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

આમ ભરૂચ જિલ્લામાં વીતેલા 24 કલાક દરમ્યાન અગ્નિ તાંડવની ત્રણથી વધુ ઘટનાઓ સામે આવતા ફાયરના લશ્કરો સતત દોડતા નજરે પડ્યા હતા અને ફાયરના સાઇલેન્સરથી માર્ગો પણ ગુંજતા નજરે ચઢ્યા હતા.


Share

Related posts

ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ ખાતે સેવાસેતુ કાર્યક્ર્મ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા પોલીસ દ્વારા હોમ કોરેન્ટાઇન દર્દીઓની ઘરે જઈ તપાસ કરાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના સેગવા ગ્રામ પંચાયત અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!