ગુજરાત રાજ્યના સ્ત્રી અને બાળ વિકાસ વિભાગ અને ભરૂચ જિલ્લા દહેજ પ્રતિબંધક કચેરીના સહયોગથી ઘરેલુ હિંસા અધિનિયમ 2005 અંતર્ગત આજરોજ જીલ્લાના નબીપુર ગામે અત્રેની કુમારશાળા ખાતે એક શિબિરનું આયોજન કરાયું હતું.
જેમાં સ્ત્રીઓના હક્કો અને યોજનાઓ જેવી કે મહિલા સ્વાવલંબન યોજનાઓ, 181 હેલ્પલાઇન, પુનઃ લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ, સખી વન સ્ટોપ સેન્ટર, ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પારમેન્ટ ઓફ વુમન જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ શિબિરમાં મહિલા અને બાળ અધિકારી ભરૂચ તરફથી કાશ્મીરાબેન, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેષભાઈ વસાવા, એડવોકેટ તારાબેન પટેલ, નબીપુર ગામના સરપંચ શિરિંનબેન, ડે. સરપંચ હાફેજી ઈકરામભાઈ, તથા ગામના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.
યાકુબ પટેલ, પાલેજ
Advertisement