Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલીયા એપીએમસીની ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરી ચૂંટણી રદ કરવા અરજદારોએ અપીલ દાખલ કરી

Share

હાલમાં જ વાલીયા એપીએમસીની ચૂંટણી જિલ્લા રજીસ્ટર સહકારી મંડળીઓ ભરૂચ દ્વારા કરવામાં આવી હતી. જેમાં ભાજપની પેનલનો અનૈતિક વિજય થયો હતો. સત્તાના દૂર ઉપયોગથી ૧૧ જેટલા મતદારોને આખરી મતદાર યાદીમાં નામ હોવા છતા મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા. જ્યારે છેલ્લા ૫૦ વર્ષથી ખેતી વિષયક ધિરાણ કરતી મંડળીઓને મતદાર યાદીમાંથી વાંધા રજૂ કરવા છતાં પણ સમાવેશ ન કરાતા ૪૯ જેટલા મતદારો આ ચૂંટણીમાં કાયદેસરની યોગ્યતા ધરાવતા હોવા છતાં મતદાનથી વંચિત રહ્યા હતા. આ ચૂંટણીના પરિણામ બાદ નિયામક શ્રી ખેત અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર સમક્ષ સિદ્ધરાજસિંહ કરમરીયા અને અન્ય અરજદારોએ અપીલ દાખલ કરી ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરી ચૂંટણી રદ કરવા અને ન્યાય મેળવવા માટેની દાદ માંગી છે.

નિયામક શ્રી ગાંધીનગર દ્વારા સદર બાબતે ભાજપની પેનલના ૧૦ ચૂંટાયેલા ખેડૂત વિભાગના સભ્યોને નોટિસ દ્વારા તારીખ ૨૯ મે ૨૦૨૩ ના રોજ આ કામે હાજર થવા માટે જણાવેલ છે. ભાજપ સરકાર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી તમામ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ ઉપર કબજો મેળવવા અને રાજકીય પગ પેસારો કરવા માટેના પ્રયત્નો સમગ્ર રાજ્યની અંદર ચાલી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા જ પ્રભાત સહકારી જીન વાલિયાની ચૂંટણીમાં પણ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પ્રતિનિધિ તેમજ સરકારના પ્રતિનિધિ મુકવા માટેની કવાયત હાથ ધરી ચૂંટણીને અભડાવવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે ૪૯ જેટલા મતદારોને મતદાનથી વંચિત રાખી ભાજપ દ્વારા સત્તાના જોરે અનૈતિક રીતે એપીએમસી વાલિયામાં ચૂંટણી જીતી લીધી છે. પરંતુ આવનારા દિવસોમાં નવાજૂની થશે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. આ પ્રક્રિયાની અસર અંકલેશ્વર અને હાંસોટ એપીએમસી ની ચૂંટણીમાં પણ જોવા મળશે. હાંસોટમાં વિજયસિંહ પટેલ કે જેઓ એપીએમસીના ચેરમેન હતા. તેઓને પણ સત્તાનો દૂર ઉપયોગ કરી સરકાર દ્વારા કલમ ૧૩ હેઠળ દૂર કરી પોતાના માનીતાઓને બેસાડવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે ન્યાયતંત્રમાં વિશ્વાસ રાખનારાઓને મોડે મોડેથી પણ ન્યાય મળે છે એ આજે સુપ્રીમ કોર્ટના બે મહત્વના નિર્ણયો મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરકાર બાબતે પ્રતીતિ થઈ છે. તેમજ ભાજપના શાસનમાં લોકશાહી મૃત અવસ્થામાં ધકેલાઈ રહી છે જેની નોંધ આજે સુપ્રીમ કોર્ટે પણ લીધી છે. સહકારમાં રાજકારણ લાવી સત્તાના જોરે ભાજપના માનીતા ચહેરાઓને સત્તા સ્થાને બિરાજવાના શોર્ટકટથી જે સપનાઓ સેવી રહેલા આગેવાનોમાં આ નોટિસથી ફફડાટ વ્યાપી ગયો છે. આવનારા દિવસોમાં એપીએમસી વાલીયામાં નવાજૂની થવાના વર્તાઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા : ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના બ્રિજના મામલે પત્રકારોએ મહેસુલ મંત્રી પર પ્રશ્નોની ઝડી વરસાવી.

ProudOfGujarat

અંકલેશ્વર: નામંજૂર કરેલી સાત જેટલી શાળા શરૂ થતાં ડી.પી.ઈ.ઓ ની લાલ આંખ,બાળકોને પ્રવેશ આપ્યા હોય તો ઉઠાવી લેવા સૂચન…

ProudOfGujarat

ઝઘડીયાના પોરા ગામના યુવકનો તલોદરા ગામના તળાવમાંથી મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!