ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ પર અંકુશ મેળવવા જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા સતત વિવિધ સ્થળે દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે તેમજ અનેક બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે, છતાં નશાનો વેપલો કરતા તત્વો હમ નહીં સુધરેંગે જેવી નીતિ અપનાવી રહ્યા હોય પોલીસે તેઓ સામે લાલ આંખ કરી છે.
ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સક્કર તળાવ ફળિયામાં રહેતો મોહમ્મદ મતિન નઝીર શેખ નાઓ પોતાના મકાનમાં ભારતીય બનાવટના વિદેશી શરાબની બોટલોનો સંગ્રહ કરી રાખી વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડયા હતા, દરમ્યાન મતિન શેખના મકાનના પાછળની ભાગે ખોલીમાં સંતાડેલ વિદેશી શરાબની કુલ 31 નંગ બોટલ મળી આવી હતી.
ક્રાઇમ બ્રાંચ દ્વારા મામલે મોહમ્મદ મતિન નઝીર શેખ રહે, સક્કર તળાવ ભરૂચ નાની ધરપકડ કરી મામલે આમિર ઇબ્રાહીમ શેખ રહે. ફુરજા રોડ તેમજ શોએબ શરીફ શેખ રહે, વેજલપુર ડુંગાજી સ્કૂલ પાસે ભરૂચનાને વોન્ટેડ જાહેર કરી કુલ 32,440 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફાફડાટ છવાઈ જવા પામ્યો છે.