Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલિયાના કોંઢ ગામની નવીનગરી ખાતે બે કાચા મકાનના છાપરા ધરાશાયી થતા ઘટનામાં બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત

Share

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના કોંઢ ગામ ખાતેની નવી નગરી વિસ્તારમાં આજે સવારે કાચા મકાનના છાપરા અચાનક ધરાશાયી થતા ભારે નાશભાગ મચી હતી, છાપરા ધરાશાયી થવાની ઘટનામાં બાળકો સહિત ચાર જેટલાં લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું પ્રાથમિક સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

ઘટનામાં ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક ખસેડવામાં આવ્યા હતા, આ ઘટના ક્યાં કારણોસર બની હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી જોકે છાપરા ધરાશાયી થતા મકાનની ઘરવખરીને મોટી નુકશાની થઈ હોવાનું કહેવાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

ગરૂડેશ્વર તાલુકાના ઓરપા ગામે અસ્થિર મગજની મહિલાએ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરતા મહિલાનું મોત.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓની યુપીએલ યુનિવર્સિટી ખાતે એજયુકેશનલ ટુર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!