Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની કૃષિ યુનિવસિટીમાં ફરજ બજાવતા ડો. જે.આર.પંડ્યાને Excellence of Research Award in the field of Biopesticides એનાયત કરાયો.

Share

તા. ૨૯ થી ૩૧ મી માર્ચ, ૨૦૨૩ દરમિયાન જસ્ટ એગ્રીકલ્ચર, SGT યુનિવર્સિટી, ગુરુગ્રામ અને ISAHRD, ચંદીગઢ દ્વારા સંયુક્ત રીતે આયોજિત “કૃષિ, બાગાયત અને સંલગ્ન વિજ્ઞાનમાં નવીન અભિગમો” પર આંતરરાષ્ટ્રીય પરિષદ (IAAHAS-2023)નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડો. જે.આર.પંડ્યા દ્વારા કરેલા સંશોધન પર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જસ્ટ એગ્રિકલ્ચર ગ્રુપ અને ISAHRD સોસાયટી દ્વારા તેઓને Excellence of Research Award in the field of Biopesticides એનાયત કરવામાં આવ્યો. સાથે ડો. પંડ્યાએ સોસાયટી ફોર એડવાન્સમેન્ટ ઓફ હ્યુમન એન્ડ નેચર, ડો. વાય.એસ. પરમાર યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, નૌની, સોલન, હિમાચલ પ્રદેશ દ્વારા ફેલો તરીકેની માન્યતા પ્રાપ્ત કરી હતી. કૃષિ મહાવિદ્યાલય, ભરૂચની આ સિદ્ધિઓ બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝેડ. પી. પટેલ સાહેબ દ્વારા પણ કોલેજના આચાર્ય ડો.ડી.ડી. પટેલની ઉપસ્થિતિમાં અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

કૃષિ મહાવિદ્યાલય, ભરૂચના વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગના ફેકલ્ટીઓ ડો. આર. આર. વાઘુંડે અને ડો. જે.આર. પંડ્યા એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી છે. ઇન્ડિયન સોસાયટી ઓફ પ્લાન્ટ પેથોલોજીસ્ટ્સ, પંજાબ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણા દ્વારા ડો. વાઘુંડેની વર્ષ ૨૦૨૩-૨૪માટે વેસ્ટ ઝોન કાઉન્સિલર તરીકે પસંદગી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ આગાઉ વર્ષ ૨૦૨૩-૨૩ માટે માં પણ કોલેજના ફેકલ્ટી ડો. પંડ્યા દ્વારા આ સોસાયટીનું વેસ્ટ ઝોન કાઉન્સિલર તરીકે સુકાન સંભાળવામાં આવ્યું હતું. આમ સતત બે વર્ષથી કૃષિ મહાવિદ્યાલય, ભરૂચ રાષ્ટ્રીય લેવલની આ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

જંબુસરના ઈસ્લામપુરા ગામે દરિયાની પ્રોટેકશન વોલ તૂટી જતાં દરિયાના પાણી ગામમાં ઘુસ્યા, નવી નગરી વિસ્તારના લોકોને સ્થળાંતર કરાયા.

ProudOfGujarat

ધોરણ-12 CBSE નું પરિણામ આજે જાહેર કરાશે: આ રીતે જાણી શકશો

ProudOfGujarat

ઝધડીયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામે મહિનાઓથી પીવાના પાણીની પાઇપલાઈનોમાં ભંગાણ સર્જાતા ગટર યુક્ત પાણી પીવા લોકો મજબુર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!