Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર કેન્દ્રમાં 240 ઉમેદવારો એ શાંતિપૂર્ણ માહોલમાં તલાટીની પરીક્ષા આપી.

Share

ગુજરાત રાજ્યમાં તલાટી કમ મંત્રીઓની 3457 જગ્યાઓ ખાલી પડેલ છે. જેના માટે ગતરોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉમેદવારોની પસંદગી માટે પરીક્ષા લેવાઈ હતી. જેમાં 8.65 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે નબીપુર સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કુલ ખાતે 8 વર્ગ ખંડોમાં કુલ 240 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. કેન્દ્ર સંચાલક એમ.આઈ.ખલીફા, બોર્ડ સંચાલક જે.કે.ભીમરળિયા તથા શાળા શિક્ષક પરિવારે વર્ગ ખંડ સુપરવાઇઝરની જવાબદારી નિભાવી હતી.

પરીક્ષા દરમ્યાન સરકારી આદેશ મુજબ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં ઇલેકટ્રોનિક ઉપકરણો જેવા કે મોબાઈલ, બ્લુટૂથ, ઈયરબડસ, લેપટોપ, ટેબ્લેટ, સ્માર્ટવોચ જેવી વસ્તુઓ પરીક્ષા ખંડની બહાર મુકાવી હતી. ઉમેદવારોને ફક્ત સાડી કાંદા ઘડિયાળ પહેરવાની છૂટ અપાઈ હતી અને દરેક ઉમેદવારના પગરખા પણ વર્ગ ખંડની બહાર કઢાવ્યા હતા. પરીક્ષા સમયગાળા દરમ્યાન પરીક્ષા કેન્દ્રની 100 મીટરના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો પણ બંધ રખાઈ હતી.

પરીક્ષા શાંતિ પૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે નબીપુર પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. કે.એમ. ચૌધરી એ તેમના સ્ટાફ સાથે બંદોબસ્ત પૂરો પાડ્યો હતો. પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂરી થતાં તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો. કેન્દ્ર સંચાલકે પરીક્ષા પછી સમગ્ર તંત્ર અને નનીપુર પોલીસ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

જંબુસર તાલુકાનાં અણખી ગામેથી પાંચ ફૂટનો મગર ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ ના બાયપાસ ચોકડી વિસ્તાર માં ઓવર ટ્રકે મોટરસાયકલ ને અડફેટે લેતા એક સમયે વાતાવરણ તંગ બન્યું હતું

ProudOfGujarat

ભાવનગર ના સોનગઢ થી પાલીતાણા જતા રોડ પર જ પાગલ (માનસિક દિવ્યાંગ) માટેની સંસ્થા આવેલી છે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!