Proud of Gujarat
FeaturedGujaratINDIA

નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે કૃષિ કોલેજ, ભરૂચના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

Share

નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ઉજવણી પ્રસંગે યુનીવર્સીટી અંતર્ગતની વિવિધ કોલેજો દ્વારા જુદી જુદી સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ જેવી કે ડીબેટ, એલોક્યુશન, ક્વીઝ કોમ્પીટીશન અને બ્લડ ડોનેશન વિગેરેનું આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રવૃતિઓ G૨૦ ને અનુલક્ષીને યોજવામાં આવેલ હતી. આ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓમાં કૃષિ કોલેજ, ભરૂચના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. ૧ મે ગુજરાત સ્થાપના દિવસ તેમજ નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ઉજવણી પ્રસંગ નિમિત્તે કૃષિ કોલેજ, ભરૂચનાં પોલીટેકનીકના વિદ્યાર્થી શ્રી રીધમ સાચાણીએ My Role After Studies in Agriculture વિષય પર એલોક્યુશન કોમ્પીટીશનમાં સમગ્ર પોલીટેકનીક કોલેજોમાંથી પ્રથમ સ્થાન મેળવ્યું તે બદલ તેઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કૃષિ કોલેજ, ભરૂચનાં અનુસ્નાતકના વિધાર્થીઓ કુ. રાખી વણકર અને શ્રી સમીપ અગરવાલ એ 100% Natural Farming Myth or Reality વિષય પર ફેવર અને અગેન્સ્ટ ડીબેટ કોમ્પીટીશનમાં ભાગ લીધેલ હતો અને તેઓ બન્નેએ દ્વિતીય સ્થાન મેળવ્યું હતું. તથા કૃષિ કોલેજ, ભરૂચનાં વિદ્યાર્થી શ્રી સમીપ અગરવાલને ઓવરઓલ બેસ્ટ ડીબેટર તરીકેનું સન્માન પ્રાપ્ત થયું. ૧ મે નવસારી કૃષિ યુનીવર્સીટીના પ્રથમ ફોઉન્ડેશન ડે ના સમગ્ર કાર્યક્રમનું આયોજન મુખ્ય મથક નવસારી મુકામે થયેલ હતું, જેમાં યુનીવર્સીટીના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં કૃષિ કોલેજ, ભરૂચનાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કૃષિ કોલેજ, ભરૂચનાં આચાર્યશ્રી ડૉ. ડી.ડી. પટેલ તેમજ અન્ય ફેકલ્ટી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામ ખાતે માછીમાર અને ગામલોકો માટે ખતરો બનનાર મહાકાય મગરને ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ProudOfGujarat

સુરત : દેશમાં “ડ” વર્ગની નગરપાલિકામાં માંડવીની આગવી ‘સિટીઝન સ્માર્ટકાર્ડ’ યોજના…

ProudOfGujarat

વાપી : ઉમરગામના નારગોલનો હેડ કોન્સ્ટેબલ 20 હજારની લાંચ લેતા પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!