ભરૂચ ના કસક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમિયાન સાંસદ મનસુખ વસાવા ની વિવાદિત કમેન્ટ કેમેરા માં કેદ થવા પામી હતી.. સ્વચ્છતા કરતા સમયે કથિત ખાલી દેશી દારૂની પોટલીઓનો ઢગ ઉઠાવતા સાંસદ એ હાસ્યમાં કમેન્ટ આપી હતી…
::-સામાન્ય રીતે ગાંધીના ગુજરાત મ અને ભરૂચ જિલ્લામાં દારૂ બંધી છે..પરંતુ આજે એ દારૂ બંધી કદાચ આ દ્રશ્યો જોવા બાદ આપ કહી શકો છો..કે કેટલી હદે તેનું પાલન થઇ રહ્યું છે..વાત કંઇક આમ છે કે ભરૂચના કસક ખાતે ના નદી કિનારા પાસે ના વિસ્તાર માં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું…. જેમાં ભરૂચ ના ધારાસભ્ય.સાંસદ સભ્ય.ભાજપ ના અગ્રણી નેતા ભરત સિંહ પરમાર.જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ.સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
સ્વચ્છતા દરમિયાન સાંસદ મનસુખ ભાઈ વસાવા ના હાથ માં જાણે કે એકલી કથિત દેશી દારૂ ની ખાલી પોટલીઓ જ ઉઠાવવા નો વારો આવ્યો હોય તેમ નજરે પડ્યું હતું.સાંસદ જેમ જેમ આગળ વધતા તેમ તેમ તેઓ ખાલી પોટલીઓ ઉઠાવતા હતા.સાથે જ સાંસદ થી ન રહેવાયું તો કેમેરા સામે જ કમેન્ટ પણ આપી દીધી કે પિતા હોય તો ભલે પણ વ્યવસ્થિત જગ્યા એ ….એ એમ હાસ્ય માં વિવાદિત કમેન્ટ આપતા કેમેરા માં કેદ થયા હતા..
ત્યારે અહીંયા સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું કસક વિસ્તાર માં ખરેખર દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે..?શુ સાંસદ સભ્ય ને હવે પછી સ્વચ્છતા કરવા માટે આવવું હોય તો એકલી પોટલીઓ જ ઉઠાવવાની એક તરફ પ્લાસ્ટિક પર બેન્ડ છે તો બીજી તરફ આ કથિત દેશી દારૂ ની ખાલી કોથરીઓ તંત્ર ની ઢીલાશ અને બેફામ બનેલા બુટલેગરો ની સક્રિયતા વિષે ઘણું બધું કહી જાય છે…!!!!આશા રાખીએ કે કદાચ ફરી વાર કોઈ નેતા સ્વચ્છતા અભિયાન કરવા માટે આ વિસ્તાર માં આવે તો તેઓના નસીબ માં આ પ્રકાર ના દ્રશ્યો જોવાના તો નહીં જ આવે …….!!!! અને સ્વચ્છ ભારત મિશન અને એમાં પણ સાંસદ એ પણ સ્વચ્છ ભરૂચ કરવાની નેમ સાથર્ક કરવા ક્યાં થી શરૂઆત કરવી જોઇએ તે બાબત કદાચ આ રિપોર્ટ બાદ થી જાણી જ ગયા હશે…
Advertisement