Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગનાં કેલ્વીકુવા ગામે દીપડાએ ૩ વાછરડીનો શિકાર કરતાં વનવિભાગે પાંજરૂ મુક્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગ્રા.પંચાયતના સભ્ય મનીષાબેન મયુરભાઇ ભક્તની ખેતી કંબોડીયા ગામની સીમમાં આવેલ છે. ખેતીની સાથે પશુપાલનો વ્યવસાય કરે છે એટલે ખેતરમાં ઢોર-ઢાખર માટે તબેલો બનાવ્યો છે. રાત્રીના અંધકારમા સમયે દીપડાએ પોતાના ખોરાકની શોધમાં ૩ વાછરડીનો શિકાર કર્યો હતો. જેમાં ૨ વાછરડીનું ઘટનાસ્થળ ઉપર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વાછરડીને દીપડો સાથે લઈ ગયો હતો. ખેડુતે નેત્રંગ વનવિભાગના આરએફઓ સરફરાઝ ઘાંચીને જાણ કરતાં ખેતરમાં દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથધરી પાંજરૂ મુકવામાં આવતા ખેડુતે રાહતનો શ્વાસ લીધો હતો.

Advertisement

Share

Related posts

દેવું ઉતારવા પોલીસને દોડતી કરી : ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર 45 લાખની લૂંટ મામલે તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર

ProudOfGujarat

જંબુસર તાલુકાના મહાપુરા ગામ ખાતે સીમમા એક વિધ્વા ની સનસનાટી ભેર થયેલ હત્યા જો કે ગણતરી ના સમયમા હત્યારો ઝડપાયો જાઈ તેવી સંભાવના

ProudOfGujarat

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા હિન્દૂ સંસ્કૃતીનાં કટ્ટર વિરોધી:ભરૂચ સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!