Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગમાં રૂ.૭૦ લાખના ખર્ચ નવીનીકરણ થનાર રસ્તાનું સાંસદે ખાતમુહુર્ત કર્યું

Share

પ્રાપ્ત માહિત મુજબ રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકામાંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો. નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન, સામુહિક આરોગ્ય કેન્દ્ર, તા.પંચાયત કચેરી, પોલીસ સ્ટેશન અને સરકારી કોલેજ સહિત સરકારી ઇમારતોનું નિમૉણ કરવામાં આવ્યા હતું. પરંતુ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે ગણાતા નેત્રંગના બજારમાં ગેરકાયદેસર દબાણો અને જજૅરીત રસ્તાના કારણે વેપારીઓ અને ગામે-ગામથી ખરીદી અર્થે આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. ચોમાસાની સિઝનમાં ભારે ગંદકી અને ઠેર-ઠેર પાણી ભરાવાથી ગ્રામજનોની બદ્દતર હાલત થઇ જતી હતી.

નેત્રંગ ચાર રસ્તાથી જવાહર બજાર અને ગાંધીબજારને જોડતા રસ્તાના નિમૉણની માંગ વષૉથી હતી પરંતુ જવાબદાર અધિકારી-પદાધિકારીઓ માત્ર આશ્વાસન જ આપતા હતા. તેવા સંજોગોમાં નેત્રંગ ગ્રા.પંચાયતે ૧૫ નાણાપંચમાંથી રૂ.૨૦ લાખ અને સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૫૦ ફાળવણી કરતા કુલ રૂ.૭૦ લાખના ખર્ચે નેત્રંગ ચારરસ્તાથી ગાંધીબજાર સુધી રૂ.૭૦ લાખના ખર્ચ અત્યાઆધુનિક સીસી રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખભાઇ વસાવાએ કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. જે દરમ્યાન બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ હરેન્દસિહ દેશમુખ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Advertisement

સાંસદ મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, નેત્રંગ તાલુકાને મોડેલ તાલુકો બનાવવામાં અડચણરૂપ બનનાર અધિકારીઓ અને ભાજપમાં રહીને ભાજપને જ બદનામ કરનાર તત્વોને આગામી સમયમાં ખુલ્લા પાડીશ.રેતમાફીયાને પ્રોત્સાહન આપનાર અને વિકાસના કામોમાં અવરોધ પેદા કરનાર મનસુખ વસાવા તેમને છોડશે નહીં તેવી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા માહોલ ગરમાયો હતો.


Share

Related posts

ગુજરાતમાં રાષ્ટ્રિય પ્રાણી વાઘનુ અસ્તિત્વ ધરાવનાર મહિસાગર પ્રથમ જીલ્લો બન્યો

ProudOfGujarat

મોટામિયા માંગરોલ મુકામે આવેલ એસ.પી મદ્રેસા બોયઝ હાઈસ્કૂલનું ધોરણ બારનું 83.50 % પરિણામ આવ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર : નસવાડીના ચંદનપુરા ગામે સગર્ભાએ કોઝ વે પર ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચવુ પડયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!