ભૃગુકચ્છની ભવ્ય ધરા પર પધારી શ્રોતાજનોને પ્રવચન શ્રેણીની પાવનતાનો સ્પર્શ કરાવતી વાણી દ્વારા આજે જૈનાચાર્ય શ્રીમદ્વિજય રત્નસુંદર મહારાજે “જીવનની કક્ષા ૬ તબક્કામાં બદલાય છે” તે વિષે છણાવટ કરતા કહ્યું કે : શાંતિ માટેનો પ્રથમ તબક્કો છે.
“નો કંપલેઇન” : જીવનમાં હંમેશા ફરિયાદ જ કરતા રહેવાની વૃત્તિ ન હોવી જોઇએ. કોઇ ઘટના ઘટે તે આપણા હાથની વાત નથી, પણ ઘટનાનું અર્થઘટન કરવું આપણા હાથની વાત છે.
બીજો તબક્કો છે “નો કંપેરિઝન” : જીવનમાં ક્યારેય કોઇની સાથે હરિફાઇમાં ન ઉતારવું, જો સરખામણી કરવી જ હોય તો તમારી ગઇકાલની, સરખામણી આજ સાથે કરો. વધુમાં ઉમેરતા તેઓ શ્રી એ જણાવ્યું કે શાંતિ માટેનો ત્રીજો મહત્વનો મુદ્દો છે “નો કોમ્પ્લીકેશન” : પસંદગીના ક્ષેત્રે ગૂંચવણ ઉભી ન કરો. જેટલા પસંદગીના વિકલ્પો વધુ એટલી ગૂંચવણો વધુ. પસંદગીના જેટલા વિકલ્પો ઓછા એટલી શાંતિ વધુ.
ચોથો તબક્કો છે “નો કોમ્પીટીશન. : જીવનમાં હરીફને પછાડવા કરતા ખુશી પૂર્વક તેઓને આગળ વધવા દેવામાં સાચી શાંતિ અને ખુશી મળે છે.
પાંચમાં તબક્કામાં આવે છે “નો કોમ્પ્લીમેન્ટ” : પ્રસંશાની ભૂખ ન રાખો પોતાની જાતની પ્રસંશા વિશે માણસ જેટલો વિશાળ બંને છે, તેટલો જ સાંકડો તે પરોપકાર કરવામાં રહે છે.
“નો બેડ કંપની” : છેલ્લે અત્યંત મહત્વના તબક્કા વિશે સમજાવતા પૂ. ગૂરૂદેવે જણાવ્યું કે, જીવનમાં ખરાબ સંગત ટાળવી જોઇએ. મનુષ્ય પાપ ક્યારેક એકલો કરી લે પણ દૂર્વ્યસન અને પાયમાલીના રસ્તે તેને ખરાબ સંગત જ લઇ જાય છે.
આવતી કાલે પણ નિયત સમયે અને સ્થળે પ્રવચન શ્રુંખલાની આગલી કડીનો લાભ લેવા આયોજક મિત્રો જાહેર આમંત્રણ પાઠવે છે.