સમગ્ર જિલ્લામાં કુલ 2983 વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી જેમાંથી 28 વિદ્યાર્થી ઓ A2 ગ્રેડ સાથે ઉત્તીણ થયા હતા, જે પૈકી નર્મદા હાઈસ્કૂલ (વિજ્ઞાન પ્રવાહ )શુક્લતીર્થની વિદ્યાર્થીની કોમલબેન કનૈયા લાલ વણઝારા એ 99 % મેળવી જિલ્લા કક્ષાએ પ્રથમ પાંચ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવ્યું હતું.
તેણીએ ગુજકેટની પરીક્ષામાં પણ કુલ 120 માંથી 99% માર્ક્સ મેળવ્યા હતા, ગ્રામ્ય કક્ષાએ ઘણી સુવિધાઓ ન હોવા છતાં આ ઉજ્જવળ પરિણામનો શ્રેય સૌ પ્રથમ તો વિધાર્થીઓની મહેનત અને ત્યારબાદ તમામ શિક્ષકોને જાય છે.
Advertisement
નર્મદા કેળવણી મંડળ તથા નર્મદા હાઈસ્કૂલ તરફથી તમામ વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી તો તેમજ અગ્રણીઓ, સંસ્થાનાના સંચાલકો, સરપંચ વગેરે દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.