ભરૂચ આર ટી ઓ કચેરી ખાતે ભ્રષ્ટાચાર ચરમસીમા એ પહોંચ્યો હોય તેમ એજન્ટો ખુલ્લેઆમ કામગીરી કરતા નજરે પડ્યા હતા.તેમજ દ્રાઇવર થી લઇ અન્ય કેટલાક તત્વો આર ટી ઓ ને પોતાની કમાણી નું સાધન બનાવી લૂંટ ચલાવતા હોય તેમ સ્પષ્ટ પણે કેમેરા માં કેદ થયા હત
જાણવા મળતી ચર્ચા મુજબ ભરૂચ ના નેશનલ હાઇવે ઉપર વડદલા ગામ નજીક આવેલી આર ટી ઓ કચેરી ખાતે જાણે કે બોરી બામણી નું ખેતર સમજી બેઠા હોય તેમ કેટલાક કથિત એજન્ટો પોતાનો રોટલો શેકી રહ્યા હોવાનું ઘટટસ્ફોટ સ્ટિંગ ઓપરેશન માં થવા પામ્યો છે..એઆરટીઓ મયુર પંચાલ ના સાંનિધ્ય માં જાણે કે બે નંબરી વચેટીયા એજન્ટોને ઘી કેરા થઇ ગયા હોય તેમ સ્પષ્ટ પણે તીસરી આંખ માં કંદરાયેલા આ દ્રશ્યો ઉપર થી કહી શકાય છે….
ભરૂચ આર ટી ઓ માં આવતા શહેર જિલ્લાના લોકો તેઓના વાહનોને લગતા અલગ અલગ પ્રકાર ના કામો કરવા આવતા હોય છે..પંરતુ સરકારી કચેરી ને પોતાની બાપ ની જાગીર બનાવી બેઠેલા એજન્ટો જાણે કે શહેર જિલ્લા ની જનતા ના રૂપિયે એશ કરવા સાથે પોતાનો રોટલો શેકી ખિસ્સા ગરમ કરતા હોવાની ચોંકાવનારી વિગતો આજે સ્ટિંગ ઓપરેશન માં જોવા મળી હતી..જ્યાં કેટલાક તાત્વિ રીતસર સરકારી સિક્કા અને સરકારી પેપરો લઇ આર ટી ઓ માં રોફ થી બેસી કોઈક અધિકારી હોય તેમ કામગીરી કરતા નજરે પડ્યા હતા..શુ આર ટી ઓ અધિકારી નો દ્રાઇવર કે શું સામાન્ય એજન્ટ બધાજ જાણે કે પોતાના ભરાય તેટલી હદે ખીસ્સા ભરવા માટે તૈયારી માં મદમાખી ની જેમ કચેરી માં ભમતા નજરે પડતા હોવાની ચોકવાનારી વિગતો સામે આવી હતી….
ભરૂચ આર ટી ઓ કચેરી માં જાણે કે સરકાર ના નીતિ નિયમો ને છાપરે ચઢાવી દીધા હોય તેમ કેટલાક એજન્ટો નજરે પડ્યા હતા.પરંતુ આ ટી ઓ અધિકારી કેમેરા જોઇ સફારી સફાઈ આપતા નજરે પડ્યા હતા અને પોતાના બચાવ માં વાતચીત કરી મોટા સાહેબ આવે ત્યારે વાત કરીશું તેમ જણાવી હું તો નીકળી રહ્યો હતો અને તમે લોકો એ મને રોકી લીધો તેમ લુલો બચાવ કરતા નજરે પડ્યા હતા..જો કે સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે જે સમયે કેમેરા સામે આર ટી ઓ અધિકારી મીડિયા સમક્ષ બાઈટ આપી રહ્યા હતા તે સમયે તેઓ આર ટી ઓ માં રજા ઉપર હતા અને પોતાની પોલ ખુલતી જોઈ હું ફાઈલ લેવા આવ્યો છું તેવા શબ્દો નો ઉપયોગ કરી પોતાનો મત જણાવ્યો હતો..પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે શું ખરેખર આર ટી ઓ અધિકારી મયુર પંચાલ ના સાનિધ્યમાં એજન્ટો અને અન્ય તત્વો પોતાના ખિસ્સા ગરમ તો નથી કરી રહ્યા ને..શુ ખરેખર એજન્ટ પ્રથા નાબૂદ હોય તો સાહેબ આ ક્યાં તત્વો છે કેમેરા માં દેખાતા જે સરકારી વસ્તુઓ અને કાગળો નો ખુલ્લે આમ ઉપયોગ કરી રહ્યા છે…શુ પંચાલ સાહેબ આ કેમેરા માં દેખાતા લોકો તમારા સ્ટાફ માં છે..શું તમારી જાણ બહાર જ આ બધા લોકો કચેરીમાં પ્રવેશ કરી કામગીરી કરે છે..શુ ખરેખર આર ટી ઓ માં લાલીયા વાડી કે ખિસ્સા ગરમ કરવાની પ્રથા ન ચાલતી હોય તો સામાન્ય જનતા સિવાય આ કચેરીમાં ફરતા આ પ્રકાર ના લેભાગુ કથિત એજન્ટોને કોણ દૂર કરશે અને કોણ કાર્યવાહી કરશે તે બાબતની ચર્ચાઓ હાલ તો કેમેરા માં કંદરાયેલા આ દ્રશ્યો બાદ થી લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે……