ટીટોડીના ચાર ઈંડા તેપણ જમીનઉપર અને ઉભા મુકેલા હોવાથી આ બાબતે વડીલોના વર્તારા મુજબ ચારેય મહિના સારો વરસાદ પડશે અને સામાન્ય વાવાઝોડું રહે તેમ કહેવાય રહ્યું છે, હાલ તો આ ટીટોડીના ઇંડાને જોઈ વડીલોએ સારા વરસાદની આશા વ્યક્ત કરી છે પરંતુ કુદરતને કોણ જાણી શક્યું છે એ ક્યારે તેનો મિજાજ બદલે તેનું કહેવું મુશ્કેલ છે.
ટીટોડી ખેડૂતોની સાથી મિત્ર છે રાત્રે પણ ખેડૂત ખેતરમાં હોય ત્યારે કંઈ પણ જરાક અવાજ અથવા અજુગતું લાગે તો ટીટ ટીટ કરતી ઉડવા લાગે જેનાથી ઘણીવાર ખેડૂતોને અણસાર આવી જાય છે અને આ ઈંડા મુકવા બાબતે વર્ષોથી વર્તારો કાઢવામાં આવી રહ્યો છે.
તેવામાં હવે શહેરી વિસ્તારોમાં પણ ટીટોડી ના ઈંડા જોવા મળી રહ્યા છે, ભરૂચની સિવિલ હોસ્પિટલ ના ડોક્ટર ક્વોટર્સ પાસેની ખુલ્લી જગ્યામાં ટીટોડી એ ચાર જેટલાં ઈંડા મુકતા આ વર્ષે ભરૂચ માં ચોમાસુ સારું જાય તેમ તેજજ્ઞો અનુમાન લગાવી રહ્યા છે,