ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પાલેજ નગરના ત્રણ વિસ્તારો તેમજ હાઇસ્કુલમાં વિવિધ વિકાસના કાર્યો માટે ગ્રાન્ટ આપવામાં આવી હતી. નગરના બજાર પાછળના વિસ્તાર માટે સ્ટ્રીટ લાઇટસ્, પંચાયત વિસ્તારમાં હાઇ માસ્ટ ટાવર ઉભા કરવામાં આવ્યા છે. જેનો કુલ ખર્ચ ૧૧,૮૪,૭૨૦ થયો હતો. ઉપરોક્ત સુવિધાઓથી બજાર પાછળ વિસ્તારમાં સુવિધામાં વધારો થયો છે તેમજ પંચાયત વિસ્તારમાં હાઇ માસ્ટ ટાવર કાર્યરત થતા સમગ્ર વિસ્તારમાં રાત્રીના સમયે અજવાળું પથરાઇ રહ્યું છે.
સાથે સાથે ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા પાલેજ સ્થિત હાઇસ્કુલ ખાતે રીનોવેશન કામ માટે પણ આઠ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટમાંથી હાઇસ્કુલ બિલ્ડિંગનું રંગ રોગાન કાર્ય, કમ્પ્યુટર લેબમાં ફર્નિચર, બારી બારણા સમારકામ તેમજ રંગ રોગાન અને કમ્પાઉન્ડ વોલ કલરકામ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત સુવિધાઓથી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા છાત્રોની સુવિધામાં વધારો થયો છે. ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા સમયાંતરે નગરના વિવિધ વિસ્તારોમાં વિકાસના કાર્યો માટે તેમજ હાઇસ્કુલ માટે ગ્રાન્ટ ફાળવી એક સરાહનીય કાર્ય કરવામાં આવે છે. હાઇસ્કુલ સંચાલક તેમજ આચાર્ય સલીમ જોલીએ ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપનીના સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યાકુબ પટેલ, પાલેજ