ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત રૂંગટા વિધાલય ખાતે આજે સવારે ધોરણ 8 નું રિઝલ્ટ લેવા પહોંચેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને શાળા સંચાલકોના એક નિર્ણયે મુંઝવણમાં મૂકી દીધા હતા, શાળા સંચાલકોએ રિઝલ્ટનું વિતરણ કર્યા બાદ વાલી મિટિંગ યોજી ધોરણ 9 ના વર્ગને બંધ કરવાનો નિર્યણ જણાવ્યો હતો, જે બાદ રોષે ભરાયેલ વાલીઓએ શાળાના નિર્ણયનો વિરોધ કર્યો હતો તેમજ મામલે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ રજુઆતની તૈયારી બતાવી હતી.
ધોરણ 9 ના વર્ગમાં અંદાજીત 77 જેટલાં વિદ્યાર્થી અભ્યાસ માટેની તૈયારીમાં હતા પરંતુ ધોરણ 8 નું રિજલ્ટ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને શાળાનો નિર્ણય ઝાટકા સમાન લાગ્યો હતો અને હવે શાળા વર્ગને ગવર્મેન્ટ ગ્રાન્ટમાંથી સેલ્ફ ફાઇનાન્સ કરવાના નિર્યણ સામે વાલીઓએ શાળા ખાતે દોડી જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ મુંઝવણમાં મુકાયેલ વાલીઓ અને વિદ્યાર્થીઓએ મામલે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરવા માટે પહોંચ્યા હતા.
વાલીઓએ જણાવ્યું હતું કે આજે મિટિંગમાં અચાનક મેનેજમેન્ટ તરફથી તેઓને જણાવતું હતું કે અત્યાર સુધી જે ગવર્મેન્ટ ગ્રાન્ટમાંથી ધોરણ 9 ચાલતું હતું તેને બદલે હવે સેલ્ફ ફાઇનાન્સમાં તેને કન્વર્ટ કરી રહ્યા છે, જે બાદ શાળાના આ નિર્ણયનો મોટી સંખ્યામાં વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો તેમજ અચાનક તમામ વાલીઓ હવે નવું એડમિશન તાત્કાલિક ક્યાં મેળવવા જાય તેવી બાબતો જણાવી રોષ વ્યક્ત કર્યો હતો.