ભરૂચ શહેરના અનેક માર્ગો ઉપર ટ્રાફિકને અડચણ રૂપ વાહનો અથવા લારીઓ ઉભી રાખી ટ્રાફિક જામ જેવી સ્થિતિનું નિર્માણ કેટલાય લોકો કરતા નજરે પડતા હોય છે. અવાર નવાર પોલીસ વિભાગ દ્વારા પણ આ પ્રકારે અડચણ રૂપ બનતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે, તેમ છતાં ફરી સ્થિતિ જેસે થે તેવી બની જતી હોય છે, પરિણામે રસ્તો સાંકળો બની જતા જે તે વિસ્તારમાં ટ્રાફિકની સ્થિતિ ઉત્પન્ન થતી હોય છે.
ભરૂચના મહંમદપુરાથી બાયપાસ ચોકડી વિસ્તારમાં અનેક સ્થળે દબાણ કર્તા, જાહેર રસ્તા પર જ વાહનો પાર્કિંગ અને લારીઓ ઉભી રાખી ટ્રાફિક કરવામાં આવતો હોય છે, જે બાદ આખરે હવે બી ડિવિઝન પોલીસે આ પ્રકારના દબાણ કર્તાઓ અને રસ્તા પર અડચણ રૂપ બનતા લોકો સામે લાલ આંખ કરી છે.
મહંમદપુરાથી સિફા માર્ગ ઉપર ગતરોજ ટ્રાફિકને અડચણ રૂપ વાહન ચાલકો તેમજ લારી ધારકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી તેમજ અનેક વાહન ચાલકો સહિત લારી ધારકો સામે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ટ્રાફિકને અડચણ રૂપ બનતા લોકોમાં ફાફડાટનો માહોલ છવાયો હતો.