નવસારી કૃષિ યુનિવર્સિટીની કૃષિ મહાવિધ્યાલય, ભરૂચ દ્વારા વાર્ષિક સંમેલનની (ભૃગુતાલ – 2023) ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક સંમેલન નવસારી યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.ટી. આર. અહલાવતના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ડો. જે.જી.પટેલ, એકેડમિક કાઉન્સિલના સભ્ય તેમજ કૃષિ યુનિવર્સિટીની અન્ય કોલેજોના આચાર્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા કોલેજના ઇ-મેગેજીન અને અન્ય સાહિત્યોનું વિમોચન કરવામાં આવ્યું હતું. ડો.મકવાણા દ્વારા વિદ્યાર્થીઓએ કરેલ રમતગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રવૃતિઓ તેમજ તેમણે મળેલ સિધ્ધિઓનો અહેવાલ રજુ કર્યો હતો.
આ કાર્યક્રમમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તેમજ સ્મૃતિભેટ આપીને ઉપસ્થિત મહમાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાંઆવ્યા હતા. કોલેજના આચાર્ય ડો.ડી.ડી પટેલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટીઓએ મેળવેલ સિધ્ધિઓને આવરી લઈ પ્રગતિ અહેવાલ રજુ કર્યો હતો.
અતિથિ વિશેષ ડો.જે.જી.પટેલ દ્વારા વિધ્યાર્થીઓને પોતાના એકેડમિક ક્ષેત્રમાં ખૂબ રસ દાખવે અને કૃષિક્ષેત્રને પ્રાયોગીક ધોરણે ખેડૂતોના હિતમાં કાર્ય કરવાની ઈચ્છા ધરાવે તેવી દિશામાં કામ કરવાનું સૂચવવામાં આવ્યું. કાર્યક્રમના અધ્યક્ષ ડો.અહલાવત દ્વારા વિધ્યાર્થીઓને ભણતરની સાથે સાથે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ દ્વારા પોતાનું ઘડતર કરે અને સાથે સંશોધનમાં રસ કેળવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું.
વધુમાં કુલપતિ, ડો.ઝેડ.પી.પટેલ દ્વારા કોલેજના આચાર્યને જણાવ્યું કે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન તેમજ ભરૂચ કૃષિ કોલેજની પ્રગતિ થઈ છે. કોલેજના આચાર્ય ડો.ડી.ડી.પટેલે કાર્યક્રમના અધ્યક્ષ ડો. અહલાવત અને અતિથિ વિષેશ ડો. જે.જી. પટેલને મોમેન્ટો અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં કાર્યક્રમ દરમ્યાન વિધ્યાર્થી પ્રતિનિધી મંડળ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ હતું, જેમાં વિધ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો અને ડો.ધંધુકીયા દ્વારા આભાર વિધી કરી પ્રસંગને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.