Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્ટેશન રોડ પર ઈંડાની લારી ઉપર IPL DABBU નામનું ગ્રુપ બનાવી સટ્ટા બેટિંગનો જુગાર રમતા બે ઝડપાયા 10 થી વધુ સામે ગુનો દાખલ

Share

હાલ આઈ.પી.એલ 2023 નો ક્રેઝ યુવાનોમાં જોવા મળી રહ્યો છે, રોજબરોજ રમાતી રોમાંચક મેચ ક્રિકેટ રસીકો માટે ખુબ જ ઉત્સાહિત બનતી હોય છે, પરંતુ આ વચ્ચે પણ હાર જીતનો જુગાર અને સટ્ટા બેટિંગ જેવી પ્રવૃતિઓએ પણ ભરૂચમાં મોટા પ્રમાણમાં માથું ઉંચક્યું હોય તેમ એક બાદ એક સટ્ટા બેટિંગના કેસો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ઈંડાની લારી પર કેટલાક ઈસમો IPL DABBU નામનું વોટ્સઅપ ગ્રુપ બનાવી પંજાબ કિંગ ઇલેવન અને લખનાઉ સુપર જોઈંટ ક્રિકેટ મેચ સટ્ટો રમતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડયા હતા, દરમ્યાન વોટ્સઅપ ગ્રુપ એડમીન મનોજ ઉર્ફે શૈયલો જગતાપ રહે, ગેલાની કુવા ભરૂચ તેમજ નિકુંજ કાંતિભાઈ માછી રહે,મોગલ પુરા ધોળીકુઇ ભરૂચ નાઓને રોકડ રકમ સહિત મોબાઈલ ફોન મળી હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વોટ્સઅપ ગ્રુપમાં ખલાડીઓની પરની માંગણી કરનાર અન્ય 8 થી વધુ ઈસમોના નામ અને નંબરના આધારે ગુનો દાખલ કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા સટ્ટોડયાઓમાં ફાફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ.

ProudOfGujarat

વડોદરા : મહિલાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કહી વિડીયો બનાવનાર વૃદ્ધ વકીલની ધરપકડ.

ProudOfGujarat

મોજ શોખ માટે મોટરસાયકલ ની ઉઠાંતરી કરતા બે ઇસમોને ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!