Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગાડીની ઓવરટેક કરવા બાબતે ધિંગાણું, ત્રણ ઘાયલ, ટોળા સામે ગુનો નોંધાયો

Share

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ભઠીયારવાડ ચોક વિસ્તારમાં ગત સાંજના સમયે ફોર વ્હીલ ગાડીની મોપેડ સવાર ઇસમે ઓવરટેક કરતા પ્રથમ ગાડી ચાલક સાથે બોલાચાલી અને બાદમાં એક બાદ એક ત્રણ જેટલાં વ્યક્તિઓ ઉપર છ થી વધુ ઈસમોના ટોળાએ લાકડાના સપાટા વડે હુમલો કરતા ઈજાગ્રસ્તોને ભરૂચની પટેલ વેલ્ફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ મામલે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર મહંમદ યુસુફ નાઓ મોટર સાયકલ લઈ ઐદૃસ બાવાની દરગાહ એ જવા માટે નીકળ્યો હતો, દરમ્યાન ચોક વિસ્તારમાં XUV કારની ઓવરટેક કરતા મામલે કાર ચાલક અને મહંમદ યુસુફ વચ્ચે પ્રથમ બોલાચાલી અને બાદમાં મારામારીની ઘટના સર્જાઈ હતી, દરમ્યાન મોહંમદ યુસુફ દ્વારા તેના વસીમને મામલા અંગેની જાણ કરતા વસીમ અને તેના મિત્ર ચોક ખાતે દોડી ગયા હતા.

Advertisement

ત્યાં થઈ રહેલ મારામારીમાં વસીમ ખંડેરાવ અને તેનો મિત્ર વચ્ચે છોડાવવા માટે પડતા હશમી ચોક્સી, ઇમરાન ડોક્ટર, અયાઝ મલેક, લવલી ટેલર દુકાનનો માલિક, જુબેર કુલ્ફી વાલા સહિતના ઈસમોના ટોળા એ એક બાદ એક લાકડાના સપાટા વડે મોહંમદ યુસુફ સહિતના ત્રણ ઈસમો ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

ઘટનામાં ઈજાગ્રસ્ત તમામને સારવાર અર્થે પટેલ વેલ્ફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે મામલા અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે 5 ઈસમો સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.


Share

Related posts

ભરૂચનાં જૂના ડેપોને અડીને આવેલ ઇન્દિરા નગરનાં ઘરો પર ડેપોની દીવાલ ધસી પડતાં ઘરોને નુકસાન થવાથી રહીશો દ્વારા ભરૂચ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ખેતતલાવડી કૌભાંડમાં તપાસનો ધમધમાટ : શહેરા પોલીસ પી.આઇ. હસમૂખ સિસારાએ ગોધરા સ્થિત જમીન વિકાસ નિગમની કચેરીએ તપાસ હાથ ધરી.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકા દ્વારા હેરિટેજ બિલ્ડીંગોની સફાઈ કરવાની ઝુંબેશ હાથ ધરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!