Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ટ્રેનમાંથી ઉતરતી વખતે મુસાફરનો ફોન ચોરનાર ઝડપાયો…

Share

 
વડોદરાના શિનોરનો યુવાન ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો. તે વેળાં એક ગઠિયાએ તેનો મોબાઇલ ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકોએ તેને ઝડપી પાડડ્યો હતો.

વડોદરાના શિનોર ગામે વૈદ ફળિયાનો મિતેશ શૈલેષ માછીને ભરૂચમાં તેમના સંબંધીના ઘરે જવાનું હોઇ તેઓ ભરૂચ આવવા માટે નિકળ્યાં હતાં. વડોદરાથી તેઓ ફિરોજપુર જનતા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. ભરૂચ આવતાં તે ટ્રેનમાંથી ઉતરતી વેળા એક ગઠિયાએ તેના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરી ભાગવા જતા તેણે બુમરાણ મચાવતાં પ્લેટફોર્મ પર ઉભેલાં લોકોએ તેને ઝડપી પાડતાં તેનું નામ સુનિલ રમેશ દેવીપુજક (રહે. ઇન્દિરનગર ઝૂપડપટ્ટી, ભરૂચ)નું માલુમ પડ્યું હતું. લોકોએ તેને પોલીસને સોંપતાં પોલીસે ગુનો નોંધી તેણે અન્ય કોઇ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેની તપાસમાં કાર્યવાહિ કરી છે..સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચ પોલીસને ગાળો આપતો વિડીયો બનાવવો પડયો ભારે.

ProudOfGujarat

વડોદરા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યા સાંભળી.

ProudOfGujarat

અષાઢી બીજના દિવસે રાજપીપળામાં રથયાત્રા દરમ્યાન ભગવાન નગરચર્યાએ નીકળશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!