Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે વાહન ચેકીંગ દરમિયાન બે પોલીસ કોન્સ્ટેબલ બાખડયા હતા જેમાં બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલે સી ડિવિઝન કોન્સ્ટેબલના માથામાં કાચની બોટલ ફોડી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો…….

Share

ભરૂચ ના કોલેજ રોડ ઉપર રાત્રીના સમયે વાહન ચેકીંગ દરમિયાન બે પોલીસ કોન્સ્ટેબલ બાખડયા હતા જેમાં બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલે સી ડિવિઝન કોન્સ્ટેબલના માથામાં કાચની બોટલ ફોડી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો…….

બનાવ અંગે ની જાણવા મળતી મુજબ ગતરોજ રાત્રિના સમયે ભરૂચ શહેરના જેપી કોલેજ રોડ ઉપર સી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ જયેશભાઈ રમેશભાઈ ચૌધરી વાહન ચેકિંગમાં હતા દરમિયાન કોલેજ રોડ ઉપર એક વાહન ચાલક ની પૂછપરછ કરતા વાહનચાલકે બી ડિવિઝન પોલીસ મથકના કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઈ ગોહિલ ની ઓળખાણ આપી દાદાગીરી કરી કરી સી ડિવિઝનના પોલીસ કોન્સ્ટેબલને સ્થળ ઉપર બોલાવતા સી ડિવિઝન ના પોલીસ કર્મી જયેશભાઈ રમેશભાઇ ચૌધરીએ બી-ડિવીઝનના પોલીસ કર્મી હિતેશભાઈ મનહરભાઈ ગોહિલ સાથે તું તું મેં મેં થતાં ઉશ્કેરાયેલા બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઇ ગોહીલે પોતાના ખિસ્સામાં રહેલી કાચની બોટલ જયેશભાઈ ચૌધરીના માથામાં મારી દેતા જયેશભાઈ ના માથાના પાછળના ભાગેથી લોહી ની પિચકારી ઉડતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે લાવી દાખલ કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે…….
જોકે કાયદો વ્યવસ્થા જાળવવા માટે મુકેલી પોલીસ અને તે પણ પોલીસકર્મીઓ જ જાહેરમાર્ગો ઉપર બાખડતાં હોય અને ગુંડાગર્દી જેવો માહોલ કરતાં હોય ત્યારે શું પોલીસકર્મીઓમાં કાયદો વ્યવસ્થા જાળવવાની તાકાત નથી જોકે હાલ તો ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ કાવા  તથા તાલુકા પોલીસ મથકના લાડવા પી.આઇ.એ ઇજાગ્રસ્ત ની મુલાકાત લઇ બી ડિવિઝન પોલીસ મથકના હુમલાખોર પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ મનહરભાઈ ગોહિલ સામે જીવલેણ હુમલો કરવા અંગેનો ગુનો નોંધી  તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે જોકે પોલીસની અંદરોઅંદર છૂટા હાથની મારામારીથી પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે……….
Advertisement

Share

Related posts

બેંક મેનેજર યુવક અને ડોક્ટર યુવતી 17 મિનિટની આરતીથી લગ્ન ગ્રંથીમાં જોડાશે મહેમાનો પણ ઘરેથી ટિફિન લાવી લગ્ન પ્રસંગમાં એક બીજા સાથે ભોજન કરશે

ProudOfGujarat

ભરૂચ ખાતે મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ૭૨ મો વન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ગોધરાના જાણીતા ગણેશપંડાલ “ગૌ-ધરા કે મહારાજા”ની આરતી ઉતારતા ડો.ૠત્વિજ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!