Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નવાડેરા દત્તમંદિર પાસે આંક ફરકના આંકડાનો જુગાર ઝડપાયો, ત્રણ ઝડપાયા

Share

ભરૂચ જિલ્લામાં દારૂ – જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવા માટે જિલ્લા પોલીસ વડા ડો, લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ મથકના કર્મીઓ રાત દિવસ સતત કામગીરી કરી રહ્યા છે, તેમજ બુટલેગરો, જુગારીઓ સહિત સટ્ટા બેટિંગ જેવી ગુનાખોરીની પ્રવૃતિઓ કરતા તત્વોને ઝડપી પાડી તેઓને કાયદાના પાઠ શીખવવામાં આવી રહ્યા છે, તેવામાં વધુ એક આંક ફરકનો જુગાર રમતા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.

જુના ભરૂચના નવાડેરા વિસ્તારમાં દત્ત મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડા લખી જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા, જે દરમ્યાન ત્રણ જેટલાં ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

Advertisement

પોલીસે મામલે (1) અનિલ કુમાર માણેક લાલ મોદી રહે, બરાનપુરા ખત્રી વાડ ભરૂચ (2) જીગ્નેશ દિવ્યસિંહ ભ્રહ ભટ્ટ રહે,હિન્દૂ ચુનારવાડ ભરૂચ તેમજ મદદગારી કરનાર (3) રાજેશભાઈ ધોરાવાલા રહે,બરાનપુરા ખત્રીવાડ ભરૂચ નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન રોકડ રકમ સહિત કુલ 6 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી નવતનપુરી ધામ દ્વારા સાર્વજનિક શોભાયાત્રા યોજાઈ

ProudOfGujarat

જામનગર : ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગેના ટેમ્પ્લેટનું લોન્ચિંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગ ખાતે રેલ્વેના દબાણમાં ઘર વિહોણા બનેલા પરિવારોએ કલેક્ટર કચેરી ખાતે ઠાઠરી લઈ વિરોધ પ્રદર્શન કર્યું..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!