ભરૂચ જિલ્લામાં હાલ ડેડીકેટ ફૈઈટ કોરિડોર કોપોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ અને એક્સપ્રેસ ફૈઈટ કન્સોટીયમ ડેડીકેટ ફૈઈટ કોરિડોર પ્રોજેક્ટના પેકેજ CTP 13 ના સચિન વડોદરા સેક્શન માટે સિવિલ બિલ્ડીંગ્સ અને ટ્રેક વર્કસ ડિઝાઇન અને કન્ટ્રકશનનો અમલ કરી રહ્યા છે, જેને લઈ NH 64 ભરૂચ – જંબુસર રોડના ક્રોસિંગ પર રેલ ફ્લાયઓવર 76 નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની ગર્ડરનું કામ હવે શરૂ કરવામાં આવ્યું છે.
જે બાદ તારીખ 25 થી 27 એપ્રિલ 2023 દરમ્યાન ભરૂચ – જંબુસર રોડ પરનો ટ્રાફિક હંગામી ધોરણે બંધ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે, ટ્રાફિક બ્લોક સમસ્યા દરમ્યાન ભારે વાહનો દયાદરા – નબીપુર નર્મદા ચોકડી જેવા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને હળવા વાહનો ડેરોલ, કાસદ, ઉમરાજ, દહેજ રોડ તરીકે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરશે જેથી તંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે આ સમયગાળા દરમ્યાન કરાયેલ ફેરફારની નોંધ લઈ પોલીસ વિભાગને સહયોગ અને સહકાર આપવા વિનંતી કરાઈ છે.
ભરૂચ-જંબુસર માર્ગ પર રેલ ફ્લાય ઓવરના નિર્માણના કારણે ત્રણ દિવસ માટે ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ
Advertisement