આર્ગસ્ત ભારત વર્ષ છેલ્લા 10 વર્ષથી ભરૂચ જિલ્લાના બાળકોમાં ભણતર સાથે પડતર થાય માટે સતત પ્રયત્નશીલ રહ્યું છે, આ વર્ષે પણ બાળકો માટે ખાસ વિષય પસંદ કરી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓ, બાળકો, ટીચર્સ,આમંત્રિત મહેમાનો, સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જિલ્લામાં સીધી કે આડકતરી રીતે ફરજ અને સેવા બજાવતા લોકોને બાળકોએ પોતાના હાથથી પ્લે કાર્ડ ઉપર થેન્ક્યુ લખી તેઓને કાર્ડ આપી આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં ડોક્ટર, સફાઈ કર્મીઓ, વોચમેન, મંદિર પૂજારી, પોલીસ જવાન, ટ્રાફિક પોલીસ, શિક્ષક, દૂધ આપનાર વ્યક્તિ, સુથાર, મિસ્ત્રી સહિતના લોકો સુધી બાળકોએ આ પ્લેકાર્ડ પહોંચાડી કાર્યક્રમની અનોખી ઉજવણી કરી હતી.
આ સાથે જ બાળકો દ્વારા પોતાના માતા પિતાને ઘરકામના મદદ અને અંગત કાળજી કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ બાળકો અને સંસ્થા દ્વારા 21 થી 29 એપ્રિલ સુધી ઉજવવામાં આવનાર છે, જેમાં મોટી સંખ્યાના બાળકો સહિત વાલીઓ અને મહેમાનો ભાગ લેવા ઉપસ્થિત થનાર હોવાનું જાણવા મળ્યું છે.
આર્ગસ્ત ભારત વર્ષ સંસ્થા દ્વારા આર્ગસ્ત અભિગમ 2023 કાર્યક્રમનું આયોજન કરાયું
Advertisement