“માય લિવેબલ ભરૂચ “અંતર્ગત રાત્રી સફાઈ અભિયાન ચાલી રહ્યું હતું, તે જ દરમ્યાન ત્યાંથી એક શહેરીજન પસાર થઈ રહ્યો હતો, તે જ દરમ્યાન તેણે સફાઈ કર્મીઓને બરાબર સફાઈ કરવાની વાત કરતા જ ત્યાં ઉપસ્થિત સુપર વાઇઝરે સફાઈ કર્મીનું ઉપરાણું લઈ જાગૃત નાગરિક સાથે ગેરવર્તન કર્યું હતું, જે બાદ જાગૃત નાગરિકે પોતાનો રોષ સોશિયલ મીડીયા ઉપર ઠાલવ્યો હતો અને સફાઈ કર્મીઓ અને સુપર વાઇઝર દ્વારા થતી કામગીરી તેમજ તંત્રના આ અભિયાન કયાં પ્રકારે ચાલી રહ્યું છે તેની નિંદા કરી હતી.
મહત્વનું છે કે શહેરમાં સુખ સુવિધાઓ સારી મળી રહે અને લોકો વ્યવસ્થિત જીવન જીવી શકે તે માટે તંત્ર દ્વારા અનેક લોકોના સહયોગ થકી ભરૂચ શહેરમાં આ અભિયાનની સારી શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન ઉપર જિલ્લા કલેકટર પણ સીધી નજર રાખી રહ્યા છે અને કામગીરી સારી થાય માટેના પ્રયાસ કરી રહ્યા છે, તેવામાં તંત્ર અને જિલ્લા કલેકટરના આ પ્રકારના સારા અભિયાન ઉપર કેટલાક કામગીરી કરતા સુપર વાઇઝર પ્રજા સાથે ગેરવર્તુક કરી પાણી ફેરવવાનું કામ કરતા હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.