ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્ર મનો દિવ્યાંગ બાળકોની સંસ્થામાં પરેશભાઈ પંડ્યા (સરકારી વકીલ ભરૂચ તથા અસ્મિતાના લીગલ એડવાઈઝર), તેમના ધર્મ પત્ની એકતાબેન(યોગા ટ્રેનર), તેમજ તેઓના દીકરા ધ્રુવભાઈ (પાયલોટ) તથા તેમના પરિવારજનો શ્રી મયુર સિંહ વાઘેલા, શ્રી દિનેશભાઈ પટેલ તથા તેઓના મિત્રવૃંદ સાથે સંસ્થાની મુલાકાતે આવ્યા હતા.
તેમના પરિવારજનો દ્વારા બાળકોને પૌષ્ટિક ભોજન જમાડવામાં આવેલ હતું. તેઓએ સંસ્થાના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી અને “ગૌ પૂજન” પણ કર્યું હતું. મનો દિવ્યાંગ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો.
સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ સાહેબ તથા સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના” બિન શૈક્ષણિક કર્મચારી ગણ” નું “કર્મચારી દિવસની ઉજવણી નિમિત્તે” સંસ્થા વતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ તેઓના કાર્યને બિરદાવ્યું હતું.
ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે ગૌ પૂજન કરી કર્મચારી દિવસની ઉજવણી કરાઇ
Advertisement