Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું કરાયું સન્માન

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, તારીખ 22 ને શ્રી પરશુરામ જન્મોત્સવ નિમિતે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.
ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ 22 ને વૈશાખ સુદ ત્રીજને અખાત્રીજને શનિવારના રોજ ઉજવણી કરવામાં આવશે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુ.ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવાથકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના આર્ટિસ્ટ અને પત્રકાર અનિલ અગ્નિહોત્રી, દેહદાન કરનાર ડો. હરિહર ત્રિવેદી પરિવાર, કલાસિકલ વોકલમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવનાર વ્રજ જોશી તેમજ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે સેવા આપનાર અને કોરોનાકાળમાં ઉત્કૃષ્ટ કાર્ય કરનાર ડો અભિનવ શર્માનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત, પ્રશાંત પાઠક, રાજકુમાર દુબે,કૌશિક જોશી, નારાયણ દીક્ષિત, જે.ડી ભટ્ટ, નિમેષ ઠાકર, તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુ.ગ્રુપના ભદ્રેશભાઈ લીંબચીયા તેમજ ધર્મેશ સિકલીગરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

પંચમહાલ: ગોધરાના ખાડી ફળીયામાં કોરોના સામે રક્ષણ મેળવ્વા રસીકરણ કેમ્પ યોજાયો

ProudOfGujarat

આમોદ તાલુકા ના સરભાણ ગામ પાસે ઢોર ચરાવવા બાબતે સિમરખા અને રબારી સમાજ વચ્ચે થયેલ મારામારી 5 વ્યક્તિ ઓને ઇજા 3 વ્યક્તિ ઓ ગંભીર

ProudOfGujarat

લઠ્ઠાકાંડ : ભાવનગરની હોસ્પિટલમાંથી 13 જેટલા દર્દી ગાયબ થઈ જતાં પોલીસ દોડતી થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!