સુરતમાં તક્ષિલા અગ્નિકાંડ બાદ રાજ્યનું ફાયર વિભાગ સતર્ક બન્યું હતું, ઘટનાની ગંભીરતાઓને લઈ વિવિધ જિલ્લામાં ફાયર એન ઓ સી વિના કાર્યરત એપાર્ટમેન્ટ અને બિલ્ડીંગોને નોટિસો પાઠવવા સાથે પૂરતા ફાયરના સાધનો ન રાખવા બાબતે કેટલાક સ્થળે આવેલ એપાર્ટમેન્ટને સીલ મારવાની નોબત પણ આવી હતી. ભરૂચમાં પણ ફાયર વિભાગ દ્વારા કડક અંદાજમાં કામગીરી શરૂ કરાઈ હતી, જ્યાં ફાયર સેફટીના સાધનો વિના કાર્યરત એપાર્મેન્ટ સામે લાલ આંખ કરી તેઓને નોટિસો પાઠવી બિલ્ડીંગ સીલ મારવા સુધીની કામગીરી કરી હતી.
ભરૂચના સ્ટેશન વિસ્તારમાં આવેલ કિંગડમ એપાર્ટમેન્ટ અને આસિયાના એપાર્ટમેન્ટને પણ આજથી મહિનાઓ પહેલા ફાયરના સાધનો અથવા ઉલ્લંધન બાબતે અવારનવાર નોટિસ પાઠવી હતી જે બાદ પણ એપાર્ટમેન્ટના સંચાલકોએ કોઈ કાર્યવાહી હાથ ન ધરતા આખરે રિજનલ ફાયર ઓફિસર સુરત રિજીયનની સૂચના મુજબ બિલ્ડીંગને સીલ મારવામાં આવી હતી, જે દરમ્યાન એપાએપાર્ટમેન્ટના સંચાલકો દ્વારા દિન 15 માં કામગીરી પૂર્ણ કરવા અંગેની બાંહેધરી આપવામાં આવી હતી, અને અમદાવાદની શ્રી રત્નમ ટ્રેડિંગ કંપનીને વર્ક ઓર્ડર આપી એડવાન્સ પેટે 50% રકમ ચૂકવાઈ ગઈ હોવાનું પણ જણાવ્યું હતું,જે અંગેનું સોંગદ નામુ/બાંહેધરી એપાર્ટમેન્ટ સંચાલકો દ્વારા અપાઈ હતી.
કહેવાય છે કે ભરૂચના કિંગડમ એપાર્ટમેન્ટ અને આશિયાના એપાર્મેન્ટના સંચાલકોને અમદાવાદ ખાતેની શ્રી રતનમ ટ્રેડિંગ કંપનીને ફાયર સિસ્ટમ, પાઇપલાઈન, ફાયર વાલ્વ અલાર્મ જોબ, ઓટો પેનલ, સહિતની કામગીરી માટે કિંગડમ એપાર્મેન્ટને કોટેશન સ્વરૂપે 6,55,150 તેમજ આસિયાના એપાર્ટમેન્ટને કોટેશન સ્વરૂપે 4,98,300 ના ભાવની કામગીરી આપવામાં આવ્યા હતા, આમ એક જ કંપની દ્વારા બે અલગ અલગ એપાર્ટમેન્ટમાં કામગીરી કરવા માટેના કોટેશન કઈ રીતે અપાઈ રહ્યા છે જે બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ સમગ્ર ઘટનાક્રમ બાદ જ્યાં મહિનાઓ વીટી ગયા અને 15 દિવસની બાંહેધરી પણ વીટી ગઈ છતાં આજદિન સુધી બંને એપાર્ટમેન્ટમાં ફાયરને લગતી કામગીરી અધૂરી હોવાનું હોવાનું કહેવાઈ રહ્યું છે સાથે સાથે ભરૂચ ફાયર ઓફિસર દ્વારા પણ મામલે ઢીલાસ દાખવવામાં આવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે આગ લાગવાની ઘટનાઓ પણ સતત સામે આવી રહી છે તેવામાં જો ન કરે નારાયણ અને શહેરમાં આવેલા આ જ પ્રકાર એપાર્ટમેન્ટોમાં કોઈ અગ્નિ હોનારત સર્જાઈ તો જવાબદાર કોણ..? તે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે. ફાયર વિભાગ, એપાર્ટમેન્ટ સંચાલકો અને અમદાવાદની શ્રી રત્નમ ટ્રેડિંગ કંપનીની રમતમાં આજે પણ આ એપાર્ટમેન્ટ ફાયર અધૂરી સુવિધાઓથી વંચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
– અવારનવાર સૂચનો આપ્યે જ છીએ, કામ ચાલુ છે માણસાઈની દ્રષ્ટિએ કાર્યવાહી નથી કરતા, ચિરાગ ગઢવી, ફાયર ઓફિસર ભરૂચ
સમગ્ર ઘટના ક્રમ સામે આવ્યા બાદ અમે જયારે મામલે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આ મામલે 10 દિવસ અગાઉ જ અમે એપાર્ટમેન્ટ સંચાલકોનું ધ્યાન દોર્યું હતું અને કામ વહેલું પૂર્ણ કરવા જણાવ્યું હતું, હાલ ત્યાં મોટાભાગનું કામ પૂર્ણ થયું છે અને ફન્ડિંગના કારણે કેટલુક કામ અધૂરું રહ્યું હોવાનું જણાવ્યું હતું, તેમજ કામ પૂર્ણ થશે ત્યારે જ તેઓને ફાયર NOC ઇસ્યુ કરવાનું જણાવ્યું હતું, સીલિંગ પ્રકિયા બાદ સીલ ખોલી કામગીરીની પક્રિયા શરૂ કરાયાને મહિનાઓ વીત્યા છતાં ફાયર વિભાગ કામગીરી વહેલી કરાવવામાં નિષ્ફળ કેમ રહ્યું છે, તે બાબતે તેઓએ જણાવ્યું હતું કે માણસાઈની દ્રષ્ટિ એ અમુક બાબતોમાં અમારે ઢીલાશ દાખવવી પડતી હોય છે, પરંતુ હવે ફરી એકવાર તેઓને લેટર ઇસ્યુ કરી કામ પૂર્ણ કરવા માટે અમે સૂચનો આપી દઈશું તેમ જણાવ્યું હતું.
– જે અમદાવાદની એજન્સીને કામગીરી સોંપાઈ તેમાં ભૂતકાળમાં ભરૂચના ફાયર ઓફિસર ફરજ બજાવતા હતા
ફાયર વિભાગની કામગીરી મામલે જયારે અમે ઊંડાણમાં ઉતર્યા ત્યારે જાણવા મળ્યું હતું કે ભરૂચના જે બે એપાર્ટમેન્ટમાં ફાયરના ઇસ્તુમેન્ટ નાંખવાની કામગીરી ચાલી રહી છે તે અમદાવાદની શ્રી રત્નમ એજન્સી છે જે ભરૂચના બંને એપાર્ટમેન્ટમાં એક સાથે ફાયર સુવિધાના સાધનો લગાવવા માટેની કામગીરી કરી રહી છે, તેથી વધુ ચોંકાવનારી બાબત એ હતી કે આ જ એજન્સીમાં ભૂતકાળમાં ભરૂચના ફાયર ઓફિસર પણ ફરજ બજાવી ચુક્યા છે અને હાલમાં બંને એપાર્ટમેન્ટને તેઓએ જ સીલ મારી બાદમાં કામગીરી માટે ખુલ્લા મૂકી મહિનાઓ બાદ પણ કામ પૂર્ણ ન થતા માણસાઈની દ્રષ્ટિએ ઢીલાશ દાખવી રહ્યા છે.
– શું ભરૂચ ફાયર ઓફિસર અને શ્રી રત્નમ એજન્સી વચ્ચે સાઠગાંઠથી ભરૂચમાં કામગીરી થઈ રહી છે..?
કહેવાય રહ્યું છે કે ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ભૂતકાળના પોતાના સબંધો સાચવવા માટે ભરૂચમાં ફાયરને લગતી કામગીરી કરી રહ્યા છે, સરકારી ફરજ બજાવી ખાનગી એજન્સીને ફાયદો કરાવતા હોય તેવી ચર્ચા પણ જામી છે, આ વચ્ચે બંને એપાર્ટમેન્ટમાં પણ ફાયર ઓફિસર, એજન્સી અને સંચાલકોનો જ ચક્રવ્યુ સામે આવતો હોય આખા મામલે ફાયર વિભાગમાં કોઈ મોટુ કૌભાંડ ચાલતું હોવાની પણ સંભાવના ચર્ચાઈ રહી છે, જ્યાં ફાયર ઓફિસર ભરૂચમાં પોતાની ફરજ બજાવી ફાયર NOC વિનાની મિલ્કતો સીલ મારે છે અને બાદમાં એવી તો કેવી જાદુઈ છડી ફરે છે કે જે તે મિલ્કત ધારકો ફાયર ઇન્સ્ટુમેન્ટ બેસાડવા અને કામગીરી પૂર્ણ કરવા માટેની કામગીરી ભરૂચ જિલ્લાને છોડી સીધા અમદાવાદની આ ખાનગી એજન્સી પાસે પહોંચી જતા હોય છે જ્યાં ભૂતકાળમાં ફાયર ઓફિસર ફરજ બજાવતા હતા, તે બાબતે પણ અનેક પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે.