Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગની ગોકુલધામ ટીચર કોલોનીમા આવેલ દવાખાનામા તસ્કરોએ હાથફેરો કરી ફરાર

Share

નેત્રંગ – ડેડીયાપાડા રોડ પર આવેલ ગોકુલધામ ટીચર કોલોનીમા રહેતા પરિમલ રણછોડભાઈ પટેલ મુળ રહે. તળાવ ફળીયુ પીઠા તા, જી. વલસાડ કે જેઓ ઉપરોક્ત કોલોનીમા બે ગાળાનુ પાકુ મકાન ધરાવે છે. એક ગાળામા તેઓ ફેમીલી સાથે રહે છે. અને બીજા ગાળામા પોતે ખાનગી દવાખાનુ ચલાવે છે. તા,૧૮ એપ્રિલના રોજ ૨ થી ૩ ના સમયગાળા દરમ્યાન પોતાના દવાખાને બીમાર વ્યકિતને દવાખાને કેટલાક લોકો લઈને આવ્યા હતા, તેની સારવાર કર્યા બાદ દવાખાનુ બંધ કરી ડોક્ટર બાજુમા જ પોતાના ઘરે સુઈ ગયા હતા. સવારના સાડા સાત સાડા આઠના સમયગાળા દરમ્યાન દુધવાળો દુધ આપવા માટે આવેલ તેણે જોયેલું કે ડૉકટરના ધરના દરવાજો આગળથી બંધ હોય, જે દુધવાળો ખોલીને અંદર દુધ આપવા માટે ગયો તે સમયે દુધવાળા એ જણાવેલ કે તમારો દરવાજો આગળના ભાગેથી બંધ હતો, આ સાંભળી ડૉક્ટરે બાજુમા આવેલ પોતાના દવાખાનામા નજર કરતા ત્યા દરવાજાના નકુચા તુટેલા હતા, અંદર જઇને જોતા અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. ટેબલના ખાનામા મુકેલ પાકીટમા રૂપિયા ત્રીસ હજાર રોકડા તેમજ બેંક ઓફ બરોડાનુ એટીએમ કાર્ડ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ડૉક્ટરી આઇ કાર્ડ તસ્કરો ઉઠાવી રફચક્કર થઇ ગયા હતા.

ચોરીની ફરીયાદ પરિમલ ડૉક્ટરે નેત્રંગ પોલીસ સ્ટેશનમા નોધવતા વધુ તપાસ પીએસઆઇ કે, એન, વાધેલાએ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ટંકારીયા ગામમાં એક યુવકે ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું.

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકાની ભૂગર્ભ ગટર યોજનાના સફાઇ કામ માટે CSR પ્રવૃત્તિ હેઠળ રૂા.૫૦ લાખના ખર્ચે રોબોટ મશીન મંજૂર.

ProudOfGujarat

રાજપીપળા : નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓનો થયો પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!