રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે દિવસભર ભરૂચમાં ઉપસ્થિત રહી સંપર્ક અને સંવાદ કાર્યકમ હાજરી આપી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ભાજપ સંગઠન, આગેવાનો, પદાધિકારીઓ, જન પ્રતિનિધિઓ, સંઘ પરિવાર, કાર્યકર્તાઓ અને સંકલન સમિતિની બેઠક યોજવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભરૂચના પ્રવાસે આવ્યા છે. વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન, સંકલન સમિતિ, આગેવાનો, કાર્યકરો અને સંઘ પરિવાર સાથે સંવાદ તેમજ સંપર્ક કાર્યકમ માટે આગમન થયું હતું.
ભરૂચમાં ગુરુવારે તા. 20 એપ્રિલે સવારે 10:30 કલાકે જીએનએફસી ખાતે મુખ્યમંત્રીનું આગમન થયું હતું, જે બાદ તેઓ જિલ્લા ભાજપ સંગઠન સાથે એકથી દોઢ કલાક બેઠકમાં હાજરી આપશે તેમજ મુખ્યમંત્રી જિલ્લાના જન પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પદાધિકારીઓ, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના સાથે 45 મિનિટ સંવાદ બપોર સુધી કરશે. જે બાદ 30 મિનિટ સુધી સંઘ પરિવાર સાથે મુખ્યમંત્રીનો સંવાદ યોજાશે. બપોરે 45 મિનિટ સંકલન સમિતિ સાથે રાજ્યના મુખ્યમંત્રી સંકલન બેઠક કરવાના છે. જે બાદ જી એન એફ સી ગેસ્ટ હાઉસથી સીધા ગાંધીનગર રવાના થશે, આમ આજે દિવસ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતીમાં વિવિધ બેઠકોનો દોર જામ્યો હતો. ભરૂચમાં મુખ્યમંત્રીના આગમનને લઈ સી.એમ ના કાફલા સ્થળથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભરૂચમાં : ભાજપ જિલ્લા સંગઠન, સંઘ પરિવાર, જનપ્રતિનિધિઓ અને સંકલન સમિતિ સાથે દિવસભર બેઠકોનો દોર
Advertisement