ધોમ ધખતા તાપમાં ભરૂચ જિલ્લા અને શહેરી વિસ્તારોમાં જાણે કરફ્યુ જેવો માહોલ વર્તાય છે. માણસોની અવરજવર દેખાતી નથી પરંતુ ધોમ ધખતી ધરામાંથી સરીસૃપ પ્રાણી આકળ વિકળ થઈ બહાર દેખાઈ રહ્યા છે. જાણવા મળતી માહિતી મુજબ લુવારા ગામે એક સરીસૃપ અજગરનું રેસ્ક્યું કરવામાં આવ્યું.
જે નર્મદાની કેનાલમાં હાલમાં ખેડૂતોને મળતા સિંચાઇના પાણીમાંથી એક સાત ફૂટનો અજગર મહા મહેનતે પકડવામાં આવ્યો. આ અંગે ગામના સરપંચ સિરાજભાઈને જાણ થતાં તેમણે નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને જાણ કરતા જ તાબડતોડ ટીમના સભ્યો સર્વ જાહિદભાઈ, હિરેનભાઈ શાહ, રમેશભાઈ દવે તેમજ અન્ય સાથીઓએ અજગરને કેનાલમાંથી વહેતા પાણીમાં ઉતરીને ઘણી જહેમત બાદ પકડીને બહાર કાઢવામાં સફળતા મળી હતી. ત્યારબાદ વન વિભાગનો સંપર્ક કરીને તેમને સાત ફૂટનો સરીસૃપ અજગર સોંપી તેમને પણ અજગરને વ્યવસ્થિત રીતે યોગ્ય સ્થળે છોડવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
આમ લુવારા ગામના સરપંચ અને નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટના હિરેનભાઈ શાહે કેનાલના પાણીમાં ઉતરીને અજગરનું રેસક્યું કરવામાં સફળતા મળી હતી. એક વખત તો અજગર હિરેનભાઈ શાહના હાથમાંથી છૂટી જતાં પુનઃ જીવના જોખમે પકડવામાં આવેલ.