લોકોને એવું હતું કે સરકારી તંત્ર એટલે કે બહુ જ બે જવાબદાર તંત્ર, પરંતુ હવે તો ખાનગીકરણ કર્યા પછી પણ નાગરિકોને તબીબી સેવા અને તેને લગતી તમામ સેવાઓ પણ ફરિયાદો અને વિવાદ સિવાય નાગરિકોને કંઈ અનુભવાતું જ નથી.
ભરૂચની સિવિલ હોસ્પિટલ એટલે વિવદોથી ભરેલી હોસ્પિટલ એક બે દિવસ ના થાય ત્યાં તો વિવાદનું વંટોળિયું વાય, પહેલાં સિવિલ કહેવાતી હોસ્પિટલ હવે જનરલ હોસ્પિટલનું નામ આપવામાં આવ્યું તે હોસ્પિટલ મેનેજ બાય ડૉ.કિરણ સી. પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટૂંકા નામે કે.એમ.સી. આર.આઈ., ભરૂચ સમયાતંરે વિવાદનો જબરો રોગ ચેપ લાગતો રહ્યો છે તેની સચોટ અને કાયમી તબીબી સારવાર ક્યારે થશે..? તેવા સવાલો ભરૂચ જિલ્લાના નાગરિકોમાં ચર્ચાઈ રહ્યા છે.
ડૉ.કિરણ સી. પટેલ મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ટૂંકા નામે કે.એમ. સી. આર. આઈ., ભરૂચમાં જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરફથી મૂકવામાં આવેલી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ સેવા બંધ હાલતમાં…?? તેના માટે નાગરિકોને પોતાના દર્દીઓને પોતાના ઘરે કે અન્યત્ર લઈ જવા માટે ૩૦૦૦ થી ૪૦૦૦ જેટલો ખર્ચ ખાનગી એમ્બ્યુલન્સ બોલાવીને કરવો પડી રહ્યો છે ત્યારે અને વિવાદોથી ઘેરાયેલ કે.એમ.સી.આર.આઇ. ના વિવાદો જોઈએ તો…કેટલીકવાર દર્દીઓ સાથે સ્ટાફનું અમાનવીય વર્તન, તો કોઈકવાર વોચમેનની દાદાગીરી, તો તાત્કાલિક સારવાર વિભાગમાં ભારતીય બનાવટના દારૂની બોટલ મળવી, તો પોસ્મોર્ટમ વિભાગમાં રૂપિયા માંગવા જેવી બાબતોની જરાયે ગંભીરતા ન લેવાતી હોય ત્યાં એમ્બ્યુલન્સનો વિવાદનું એક પાનું ઉમેરાયું છે.
સરકાર ભલે બધું ખાનગી કરે પરંતુ ખાનગીકરણમાં પણ વિવાદોની હરણફાળ પણ દર્દીઓના સાર્વજનિક હિતમાં સ્થાને લેવી જોઈતી હતી. નાગરિકોને એવું હતું કે સરકારી હોસ્પિટલોમાં નકરી બેદરકારી જ અને વેઠિયાગીરી જ હોય છે ત્યારે હવે જ્યારથી આ ભરૂચની એક માત્ર હોસ્પિટલનું પણ ખાનગીકરણ કરી તેને જેવી જે પ્રકારે સેવા મળતી હતી તેનાથી પણ ભરૂચના નાગરિકોને વંચિત કરી દેવામાં આવ્યા..??
આઈ.સી. યુ. ઓન વ્હીલ જે એમ્બ્યુલન્સ પર લખેલું ખરું પણ તેના વ્હીલ કેમ દોડતા નથી ..? શું કોઈ ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકોને ઘી કેળાંનો લાભ અપાવવા કે તેવી સાંઠ ગાંઠ સાથે આ એમ્બ્યુલન્સ ઓન વ્હીલ રાખવામાં આવી નથી..? એવા ઘણા પ્રશ્નો સમયાંતરે ઊંભા થતાં હોય રાજ્યનું આરોગ્ય અને તબીબી સારવાર વિભાગ આવા વિવાદોથી ગ્રસ્ત કે.સી.એમ.આર.આઇ., ભરૂચને મોનીટરીંગ કરી ક્યારે ભાર કાઢશે તે દર્દીઓ અને નાગરિકોમાં ચર્ચાઈ રહેલા સવાલોને સાંત્વના કે હૈયાધારણ મળશે…??