Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગરની સાડા ચાર વર્ષની ફાતિમાએ જીવનનો પ્રથમ રોજો રાખી ખુદાની બંદગી કરી.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત રાજા નગરમાં રહેતા વ્હોરા પટેલ પરિવારની માત્ર સાડા ચાર વર્ષની દીકરીએ જીવનનો પ્રથમ રોઝો રાખી અલ્લાહની બંદગી કરી હતી. હાલ મુસ્લિમ સમાજનો અતિ મહત્વપૂર્ણ પવિત્ર રમઝાન માસ તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. ત્યારે મુસ્લિમ સમાજના લોકો પોતાના રબને રાજી રાખવા રોઝા સાથે ઈબાદત કરી રહ્યા છે.

ત્યારે માસૂમ બાળકો પણ પોતાના પરિવારના વડીલોને અનુસરી રોઝા રાખવા પ્રેરણાદાયી બન્યા છે. રાજા નગરમાં રહેતા વ્હોરા પટેલ સમાજ પરિવારની ફાતિમા નામની સાડા ચાર વર્ષની બાળાએ ધોમધખતા તાપની પરવા કર્યા વિના રોઝો રાખી અન્યો માટે પ્રેરણાદાયી બની છે. આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહી ફાતિમા આકરી કસોટીમાંથી સુખરૂપ પસાર થઈ અલ્લાહની બંદગી કરી અલ્લાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી. સાથે સાથે ફાતિમા અન્યો માટે પ્રેરણાદાયી પણ બની હતી.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

સોશિયલ મીડિયા લાઇફ ચેન્જર : સોશિયલ મીડિયા દિવસ : જાણો આપણી જિદંગીમા સોશિયલ મીડિયાનુ શું મહત્વ છે..? કોરોના દરમિયાન કેવી રીતે લોકોને મદદરૂપ થયુ..?

ProudOfGujarat

દહેજ અંગે પરણિતાને ત્રાસ અપાતા ભરૂચ ગ્રામ્ય પોલિસ ખાતે ફરિયાદ નોંધાય

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકા મથકે તેમજ વાંકલ ખાતે અંબાજી માતાજીના મંદિરના પટાંગણમાં આઠમ નિમિત્તે હોમ હવન પૂજા વિધિ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!