Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરામાં માત્ર રૂ. ૧૦૦ માટે મામાએ ભાણિયાનું ઢીમ ઢાળી દીધું

Share

પ્રાપ્ત માહિતી અનુસાર વાગરા તાલુકાના બદલપુરા ગામના દિનેશ રમેશ વસાવા અને તેના મામા લાલજી ખોડા વસાવા એક જ ઘરમાં સાથે રહેતાં હતાં અને મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. દરમિયાનમાં સાંજના સમયે મામા લાલજીએ તેના ભાણેજ દિનેશ પાસે ૧૦૦/- રૂપિયાની માંગણી કરી હતી. જોકે દિનેશે રૂપિયા આપવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં અને તેને અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં. જેના પગલે રોષે ભરાયેલાં ભાણેજ દિનેશે તેમના મામાને બે-ત્રણ તમાચા ઝીંકી દીધાં હતાં. જેની રીસ રાખી આવેશમાં આવી જઇ (મામા) લાલજીએ નજીકમાંથી ચપ્પુ લાવી તેના ભાણેજની છાતીમાં હૂલાવી દીધું હતું. ગંભીર ઇજાઓને કારણે ભાણેજ દિનેશનું કરુણ મોત નીપજ્યું હતું. હત્યાને અંજામ આપી હત્યારો મામો ફરાર થઇ ગયો હતો.

ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને મૃતક ભાણેજને 108 ની મદદથી વાગરા આરોગ્ય ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ભાણેજની હત્યા કરી મામો ફરાર થઇ ગયો હતો. જોકે, વાગરા પોલીસે તેને શોધવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી. અને હત્યારા મામાને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. રવિવારે મોડી સાંજે પોલીસને હત્યારા મામા લાલજી ખોડા વસાવાને ઝડપી પાડવામાં સફળતાં મળી હતી. માત્ર ૧૦૦/- રૂપિયા માટે મામા અને ભાણિયા વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં મામાએ ભાણિયાનું ચપ્પુ મારી ખૂન કરી નાંખતા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે વાગરા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

લીંબડી ઉટડી બ્રિજ નજીક નાનાવાસ વિસ્તારને જોડતા રસ્તા પર કોઈ અનિચ્છનિય ઘટનાં સર્જાઈ તેની રાહ જોતું હોય તેવું લાગી રહ્યું છે

ProudOfGujarat

ગોધરા શહેરને સ્વચ્છ રાખનારા અને કોરોના સામેની જંગનાં અસલી યોદ્ધાઓનો આભાર વ્યક્ત કરીએ તેટલો ઓછો !!

ProudOfGujarat

વડોદરા : ગાજરાવાડી વિસ્તારમાં મકાનમાંથી વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડતી પાણીગેટ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!