ભરૂચ સિવિલ હોસ્પિટલની પાછળ ચાલતી સેવા યજ્ઞ સમિતિ સંસ્થા છેલ્લા 20 વર્ષથી ચાલે છે આ સંસ્થામાં 150 થી વધુ લોકો આશ્રય લે છે આ સંસ્થા છેલ્લા 20 વર્ષથી ઘણા ઉમદા કાર્યો કરી રહી છે જેમાં ઘર વિહોણા લોકોને આશ્રય આપે છે સેવા યજ્ઞ સમિતિ સંસ્થા સિવિલ હોસ્પિટલમાં આવેલ દર્દીઓના સગાઓને પણ ફ્રી માં જમાડે છે.
સેવા યજ્ઞ સમિતિની સંસ્થાની આ કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે આજે ભરૂચમાં ચાલતી સાથી હાથ બધાના ફાઉન્ડેશન તરફથી આજે ભરૂચમાં સિવિલ પાસે આવેલ સેવા યજ્ઞ સમિતિના લોકોને ભોજન કરાવવામાં આવ્યું તેમાં 120 થી વધુ લોકોએ ભોજન કર્યું. આ ફાઉન્ડેશન જરૂરિયાત મંદ લોકોની સેવા માટે આગળ આવીને હંમેશ ઉભું રહે છે જેમ કે અગાઉ પણ ટીબી ના પેશન્ટોને હેલ્થી ફૂડની કિટનું વિતરણ કર્યું હતું અને કેટલા બાળકોને જરૂરી એવી વસ્તુઓ જેવી કે નોટબુક બાળકોના સ્કૂલ શૂઝ આપી એવા સારા કર્યો હર હંમેશ ટ્રસ્ટ કરતી રહે છે. આ પ્રોગ્રામમાં સાથી હાથ બધાના ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ ગીતા બેનરજી, જસમીટ વાલીયા, વિનીત દિવાકર, રિયાઝ પટેલ, આરતી જસવાલ, યોગેશ પરેલ, ચિત્રા રોય, રોહન રોય જેવા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા.
ભરૂચ : સેવા યજ્ઞ સમિતિ સંસ્થા દ્વારા જરૂિયાતમંદોને ભોજન કરાવવામાં આવ્યું
Advertisement